ક્યાંક અથડામણ તો ક્યાંક વિરોધ, આ બાબતો આજે રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના સમાચારની વાત કરવામાં આવે તો બ્રિટનમાં એક પ્લેન દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, તો ભારતમાં પુલવાના ખાતે મિલિટન્ટ અને આર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજકારણની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા નવી દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બિઝનેસ લાઇન સમાચારપત્રનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

ઇમરજન્સી સર્વિસ

ઇમરજન્સી સર્વિસ

હિથ્રો એરપોર્ટ ખાતે બ્રિટિશ એરવેઝ પેસેન્જર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી અને તેને ઇમરજન્સી સર્વિસ આપવામાં આવી હતી.

એન્કાઉન્ટર સાઇટ

એન્કાઉન્ટર સાઇટ

પુલવાના ખાતે મિલિટન્ટ અને આર્મી વચ્ચે થયેલી અથડામણ બાદ આર્મી સૈનિક એનકાઉન્ટર સાઇટ પર વોચ રાખી રહ્યો હતો.

ઇન્ડિયન ફૂટબોલ એવોર્ડ 2013

ઇન્ડિયન ફૂટબોલ એવોર્ડ 2013

મુંબઇમાં ઇન્ડિયન ફૂટબોલ એવોર્ડ 2013ના સમારોહ દરમિયાન હેવી ઇન્ડસ્ટ્રિઝ મિનિસ્ટર પ્રફુલ પટેલ અને બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન ઉપસ્થિત રહ્યાં હતા.

ઉફ આ ગરમી તો તોબા-તોબા

ઉફ આ ગરમી તો તોબા-તોબા

અલ્હાબાદમાં આજે ભારે ગરમી પડી હતી, જેને લેઇને કોલજમા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ પોતાની જાતને સૂર્યના પ્રકોપથી બચાવવા માટે શરીરને સંપૂર્ણપણે ઢાંકી દીધી હતી.

 ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન

ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી ખાતે દિલ્હી ભાજપ પ્રમુખ વિજય ગોએલના નેતૃત્વ હેઠળ ભાજપે કોંગ્રેસ સરકારમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું.

સ્પેશિયલ સ્ક્રિનિંગ

સ્પેશિયલ સ્ક્રિનિંગ

મુંબઇ ખાતે ઇશ્ક ઇન પેરિસ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. આ તકે બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી અને ગીતકાર જાવેદ અખ્તર ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ બબ્બર અમૃતસરમાં

રાજ બબ્બર અમૃતસરમાં

અભિનેતા અને કોંગ્રેસ એમપી રાજ બબ્બર તેમના પત્ની નાદિરા અને પુત્ર આર્યન બબ્બર સાથે અમૃતસર ખાતે ગોલ્ડન ટેમ્પલમાં દર્શનાર્થે આવ્યા હતા.

વેન્ડી શેરમન નવી દિલ્હીમાં

વેન્ડી શેરમન નવી દિલ્હીમાં

યુએસ અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પોલિટિકલ અફેર્સ, વેન્ડી શેરમને નવી દિલ્હીમાં ફોરેન સેક્રેટરી રંજન મથાઇ સાથે મુલાકાત કરી હતી.

પુલવાનામાં સર્ચ ઓપરેશન

પુલવાનામાં સર્ચ ઓપરેશન

પુલવાના ખાતે મિલિટન્ટ સાથે થયેલી અથડામણ બાદ આર્મીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્પેશિયલ પહેરવેશ

સ્પેશિયલ પહેરવેશ

મ્યાનમાર ખાતે બુદ્ધ જંયતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ દમરિયાન બુદ્ધિસ્ટ ભક્તો દ્વારા ખાસ પ્રકારનો પહેરવેશ પહેરવામાં આવ્યો હતો.

મોન્ટેક સિંહ આહલુવાલિયા સાથે નંદન નિલકેની

મોન્ટેક સિંહ આહલુવાલિયા સાથે નંદન નિલકેની

નવી દિલ્હીમાં પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન મોન્ટેક સિંહ આહલુવાલિયા અને યુઆઇડીઆઇએ ચેરમેન નંદન નિલકેની વચ્ચે આધાર બેસ્ડ નવી સર્વિસ સંદર્ભે બેઠક થઇ હતી.

આત્મધાતી હુમલા બાદ બચાવકાર્ય

આત્મધાતી હુમલા બાદ બચાવકાર્ય

પાકિસ્તાનના પેશાવર ખાતે થયેલા આત્મધાતી હુમલા બાદ બચાવકાર્ય કરનારાઓ મૃતદેહોને લઇ જઇ રહ્યાં હતા.

મોદીને સન્માન

મોદીને સન્માન

અમદાવાદ ખાતે ધ હિન્દુ બિઝનેસ લાઇન સમાચારપત્રને લોન્ચ કરતીવેળા એડિટર ડી સમ્પથ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું.

તારા ધામમાં જ છે ટાઢક

તારા ધામમાં જ છે ટાઢક


દેશભરમાં ગરમીનો પારો આસમાને છે ત્યારે અમૃતસર ખાતે ગોલ્ડન ટેમ્પલે દર્શનાર્થે આવેલા ભક્તોએ ત્યાં જ વિસામો લેવાનું યોગ્ય સમજ્યું હતું.

હાથ પંખાએ આપી ટાઢક

હાથ પંખાએ આપી ટાઢક

કોલકતામાં 2557મી બુદ્ધ જંયતિની રેલી દરમિયાન એક મહિલા ગરમીથી બચવા માટે હાથ પંખાનો ઉપયોગ કરી રહી હતી.

એમઓયુ સર્ટિફિકેટ

એમઓયુ સર્ટિફિકેટ

યુપીપીકે પ્રેસિડેન્ટ બોનબિહારીએ મનિપુરના મુખ્યમંત્રી પાસેથી એક સ્થાનિક સેરેમીન દરમિયાન એમઓયુ સર્ટિફિકેટ મેળવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X