• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ ભાષણમાં કેજરીવાલને શું શું સંભળાવ્યું? : વાંચો મોદીનું આખું ચૂંટણી ભાષણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જાન્યુઆરી : જમ્મુકાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. જે દેશ ઇચ્છે છે , તે જ દિલ્હી ઇચ્છે છે.

હું આપણા વેંકૈયા નાયડુજીને સાંભળી રહ્યો હતો. અને આશ્ચર્ય થયું કે અમારા અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટરને જેટલી જાણકારી વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, વિજયવાડાની છે તેનાથી વધારે જાણકારી દિલ્હીની ગલીઓની છે. મેં તેમને પૂછ્યું કે આપ તો દિલ્હીમાં ઊંડા ઉતરી ગયા છો. તેમણે જણાવ્યું કે દિલ્હીવાસીઓની ફરિયાદો સાંભળીને દુ:ખ થાય છે. 2002થી અનેક નિર્ણયો ફાઇલોમાં બંધ પડ્યા છે. પણ અહીં સરકારને સમસ્યાઓનું સમાધાન કરવાની નવરાશ નથી. વેંકૈયા નાયડુએ દિલ્હીના જીવનને સ્પર્શતી 17 બાબતો અલગ તારવીને તેના માટે કામ કરવાનો નિર્ણય લીધો છે. જો કામ કરવા માંગો છો તો કામ કેવી રીતે કરી શકાય તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હરિયાણા અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેઓ અલગ અલગ વાત કરીને લોકોને છેતરતા હતા. આ કારણે જનતા પાણીથી વંચિત હતી. વેંકૈયાજીએ હરિયાણાના મુખ્યપ્રધાનને તત્કાલ બોલાવીને હરિયાણા અને દિલ્હીની જનતાને પાણી આપ્યું.

આપણે બહુ રાજકારણ રમી લીધું છે. અનેક નારા સાંભળ્યા છે. જેટલા નારા ગરીબી હટાવવાના આપવામાં આવ્યા તેનાથી વધારે ગરીબી વધી.

અમારું રાજકારણ જાતિવાદ, સંપ્રદાયવાદથી પરે છે. વિકાસ માત્ર ઘોષણાઓથી નહીં, આકરી મહેનતથી થાય છે. દરેક વસ્તુની બારીકીમાં જઇને મુશ્કેલીઓ દૂર કરવી પડે છે. ત્યારે સમસ્યાઓનું સમાધાન થાય છે.

આપ જુઓ અમે પ્રધાનમંત્રી જનધન યોજના હાથ લીધી. જ્યારે હિન્દુસ્તાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 40 વર્ષ પહેલા બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે બેંકો માટે કહેવામાં આવ્યું હતું કે બેંકોનો લાભ ગરીબોને નથી મળતો. તેનું સરકારી કરણ કરીને ગરીબોને લાભ આપવો જોઇએ.

મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે બેંકોનું સરકારીકરણ કરીને તેને ભ્રષ્ટ્રાચારનો અડ્ડો બનાવી દીધો. હું દિલ્હીવાસીઓને પૂછું છું કે જનધન યોજના પહેલા આપે કોઇ ગરીબને બેંકમાં જોયા ખરા?

અમીરો માટે કોણ સરકાર ચલાવતા હતા અને ગરીબો માટે કોણ જીવ જાનથી જીવે છે તેનો ફેંસલો પ્રધાનમંત્રી જનધન યોજનાએ આપ્યો છે. મેં 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ઘોષણા કરી હતી કે અમે પૈસા વિના ગરીબોના બેંક એકાઉન્ટ ખોલીશું. બેંકના લોકો ઘરે ઘરે ફરીને ખાતા ખોલાવ્યા. તેમણે એવી દેશસેવા કરી કે 1 કરોડ ખાતા માત્ર એક સપ્તાહમાં ખુલી ગયા. જે કામ માટે એક વર્ષ લાગતું હતું તે 1 સપ્તાહમાં થઇ ગયું. મારે 26 જાન્યુઆરી સુધી 7 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય હતું. આજે 10 જાન્યુઆરી સુધીમાં 11 કરોડ ગરીબોના ખાતા ખુલી ગયા છે.

ગરીબોની અમીરી જુઓ. ગરીબો માટે અમે ઝીરો બેંકોથી બેંક એકાઉન્ટ ખોલવાની વાત કરી હતી. પણ ગરીબોએ થોડી મુશ્કેલી વેઠીને કોઇએ પાંચ, કોઇએ 100 અને કોઇએ 200 રૂપિયા જમા કરાવીને ખાતા ખોલાવ્યા. અત્યાર સુધીમાં ગરીબોને 8500 કરોડ રૂપિયા બેંકોમાં જમા છે.

કોઇ કલ્પના કરી શકે છે કે દેશની રાજધાની દિલ્હી, જેમાં દેશની તમામ રાજકીય પાર્ટીઓની ઓફિસો છે, વર્ષો સુધી કોંગ્રેસના કબ્જામાં રહી તેમાં લખોની સંખ્યામાં ગરીબોના બેંક ખાતા ન હતી. મેં દિલ્હીમાં કેટલા બેંક એકાઉન્ટ ખોલ્યા તેનો આંક મંગાવ્યો તો અંદાજે 19.50 લાખ ખાતા દિલ્હીમાં ખોલાવ્યા છે.

દિલ્હીમાં ગરીબોના નામે વોટો માંગતા હતા તેમણે લોકોની પરવા ના કરી. અમે ગરીબોના ખાતા ખોલવાની સાથે સૌથી મહત્વપૂર્ણ કાર્ય રૂપિયા 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવ્યો છે. વીમા પોલિસીના રૂપિયા ભારત સરકાર ચૂકવી રહી છે. જો કોઇ ગરીબને અકસ્માત નડ્યો તે તેને એક લાખ રૂપિયા આપવાની ગેરન્ટી અમારી સરકારે સત્તામાં આવતાની સાથે જ આપી દીધી છે.

અમારી સરકાર ગરીબોના સમર્થનમાં છે. અમે ગરીબી દૂર કરીને બતાવીશું. લોકો નારા તો બહુ આપે છે. 30-40 વર્ષ પહેલા એક રાજકારણનો અલગ દોર ચાલતો હતો. જેમાં બે ચાર અમીરોને ગાળો આપતા રહેવાનું હતું. ગરીબોને ભડકાવતા રહો અને રાજકીય ઉલ્લુ સીધા કરતા રહો. હવે ગરીબો બે ચાર ગરીબોને ગાળી આપીને ખુશ નથી થતો. તે હિસાબ માંગે છે કે અમારા માટે શું કર્યું?

વીજળી સસ્તી મળે, પણ વીજળી મળે તો સસ્તાનો સવાલ આવશે. અમે દિલ્હીમાંથી જનરેટરના અવાજ દૂર કરી દઇશું. જનરેટરથી મુક્તિ મળતા ઝેરી હવામાંથી મુક્તિ મળશે. દિલ્હીને અમે 24 કલાક વીજળી આપીશું. આ શક્ય છે. આપના ઘરમાં બે બલ્બ છે અને સરકાર જે બલ્બ આપવાની છે તે લગાવશો તો વર્ષે 300 રૂપિયા વીજળી બિલમાં બચશે.

આજે આપને મોબાઇલ ફોન અને સિમ કાર્ડ લેવાનું છે. તે મોંઘુ પડે છે. તો તમે બીજી કંપનીનું કાર્ડ લઇ શકો છો. બજારમાં ત્રીજું કોઇ આવ્યું અને સસ્તી સુવિધા મેળવો છો, તેવી જ રીતે દિલ્હીમાં અમે આપની ઇચ્છા મુજબ સસ્તામાં સસ્તી વીજળી આપનારની વીજળી આપ લઇ શકો તેવી વ્યવસ્થા અમે કરીશું. જેના કારણે આપને સસ્તી વીજળી મળશે. અમે વીજળી ક્ષેત્રમાં સ્પર્ધા ઉભી કરીશું. આ સેવા સૌપ્રથમ દિલ્હીમાં શરૂ થશે.

ભ્રષ્ટ્રાચારે દેશને બરબાદ કર્યો છે. ભ્રષ્ટ્રાચાર જવો જોઇએ કે નહીં? સફાઇ વડાપ્રધાન બેઠા છે ત્યાંથી શરૂ થવી જોઇએ. હું 7 મહિનાથી દિલ્હીમાં આપની વચ્ચે રહી રહ્યો છું. કોઇએ મારી સામે આરોપ લગાવ્યો છે? મેં ભ્રષ્ટારચાર મુક્તિ અભિયાન હું જ્યાં બેઠો છું ત્યાંથી શરૂ કર્યો છે. હું આ સફાઇ ગલી મહોલ્લા સુધી લઇ જઇશ.

મારું એક સપનું છે. તે સપનું પુરું કરવા માટે મને આપની મદદ જોઇએ છે. આપ મદદ કરશો? હું વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને પોતાનું ઘર હોય તેવું કામ કરવા માંગુ છું. આ કામ નાનુ નથી. પણ નાના કામ કરવું હોત તો દેશની જનતા મને ચૂંટી ના લાવત. આ માટે મને આપના આશીર્વાદ જોઇએ છે. ચૂંટણીમાં અમને સહયોગ આપો.

દિલ્હીમાં ખોટું બોલવાની ફેક્ટરી ચાલે છે. કેટલાક લોકો ખોટું બોલવામાં એટલા માહેર છે કે તેમને અમે પરાજિત નથી કરી શકતા. પણ તેમને જનતા જ પરાજિત કરી દે છે.

દિલ્હીમાં ચતુરાઇથી એક જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો કર્મચારીઓની રિટાયર્નમે્ન્ટ ઉંમર 58 વર્ષ કરી દેવામાં આવશે. આ જુઠ્ઠાણું ફેલાવનારાઓને ઓળખીને તેમને દૂર કરજો. તેમના પર વિશ્વાસ ના કરશો. હું પીઠમાં ખંજર ભોંકનારી વ્યક્તિ નથી.

દિલ્હીમાં પૂર્ણ સરકાર, બહુમત સરકાર લાવવી જોઇએ. દિલ્હીનું એક વર્ષ બરબાદ કરનારાઓને સજા કરો. જેમણે દિલ્હીને અસ્થિર કર્યું તેમને ક્યારેય સ્થિર ના થવા દેશો. જેમાં જેની માસ્ટરી હોય તેવું કામ તેમને આપવું જોઇએ. જેમને ગાડી ચલાવવાનું આવડે છે તેમને રસોઇ ના સોંપાય. તેમને ફૂટપાથ પર બેસીને વિરોધ કરવાની માસ્ટરી છે તો તેમને તે જ કરવા દો. અમારી માસ્ટરી સારી સરકાર ચલાવવામાં છે. અમને તે કામ આપો. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપવામાં દિલ્હીવાસીઓની બુદ્ધિ તેજ છે.

દિલ્હીને નક્સલવાદથી દૂર રાખો. તેને એનઆરપી તરફ ના જવા દેવી જોઇએ. દિલ્હીને જવાબદેહ સરકાર આપવી જોઇએ. અમારી જવાબદારી દિલ્હીને બચાવીને આગળ વધારવાની છે.

ચાર દિવસ બાદ મકરસંક્રાંતિ અને લોહરીનું પર્વ આવે છે. મારી તેના માટે આપને ખૂબ ખૂબ શુભકામના

English summary
Full text of Narendra Modi address election rally at Ramlila Maidan in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X