G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા
G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા છે. આજે યોજાનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે સાઉદી, ચીન, સ્પેન, ઈન્ડોનેશિયા, ક્રોએશિયાના વિદેશ મંત્રીઓ ભારત આવી પહોંચ્યા છે.
G20 FMM: G20 વિદેશ મંત્રીઓની આજે મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ઘણા દેશોના વિદેશ મંત્રી ભારત પહોંચી ચૂક્યા છે. ચીનના વિદેશ મંત્રી કિન ગાંગ પણ ભારત પહોંચી ગયા છે. જી20 બેઠક પહેલા ચીનના વિદેશ મંત્રી કિન ગાંગે કહ્યુ કે ભારત સાથે પોતાના સંબંધોને મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ, બંને દેશો અને અહીંના લોકોના હિતમાં છે.

તમને જણાવી દઈએ કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આજે નવી દિલ્લીમાં વિદેશ મંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી વિદેશ મંત્રાલય તરફથી આ અંગે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યુ નથી. આજે યોજાનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે સાઉદી અરેબિયા, ચીન, સ્પેન, ઈન્ડોનેશિયા, ક્રોએશિયાના વિદેશ મંત્રીઓ ભારત પહોંચી ગયા છે.
આ ઉપરાંત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ન્ગોજી ઓકોન્જો પણ ભારત પહોંચી ગયા છે. તે આજે યોજાનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે. તે આજે યોજાનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે. સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બરેસ, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન, ઈન્ડોનેશિયાના વિદેશ મંત્રી રેત્નો, મારસુદી પણ આજે ભારત પહોંચ્યા છે. આ પહેલા બુધવારે અનેક દેશોના વિદેશ મંત્રીઓ ભારત પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
