G20 સમિટઃ PM મોદી આજે જશે ઈંડોનેશિયા, દુનિયાના 10 મોટા નેતાઓ સાથે કરશે મુલાકાત, જાણો આખો કાર્યક્રમ
પીએમ મોદી આજે 14 નવેમ્બરથી શરુ થઈ રહેલી જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈંડોનેશિયા જશે.
G20 PM Narendra Modi visit Indonesia: પીએમ મોદી આજે 14 નવેમ્બરથી શરુ થઈ રહેલી જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈંડોનેશિયા જશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યા કે પ્રધાનમંત્રી મોદી ઈંડોનેશિયાના બાલીમાં 17મી જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે. બાલી શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી અન્ય જી20 નેતા વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઉર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ પરિવર્તન સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે.

પીએમ મોદી બાલી ઈંડોનેશિયામાં ત્રણ દિવસના પ્રવાસ પર રહેશે. આ સમિટમાં ભારતની સાથે સાથે ચીન, બ્રિટન અને અમેરિકા સહિતના અનેક દેશોના વડાઓ ભાગ લેશે. ઇન્ડોનેશિયાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી લગભગ 20 કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદી આજે ઈન્ડોનેશિયા જવા રવાના થશે અને લગભગ 10 વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદી ઈન્ડોનેશિયાના ડાયસ્પોરામાં ભારતીય પ્રવાસીઓને પણ મળશે. આ કાર્યક્રમમાં 17 દેશોના રાષ્ટ્ર પ્રમુખો હાજરી આપે તેવી અપેક્ષા છે. PM મોદી 17મી G20 સમિટમાં ઔપચારિક રીતે 2023 માટે ભારતનુ G20 પ્રમુખપદ સંભાળશે.
ભારતના રાજદૂતે કહ્યુ, 'પ્રધાનમંત્રી મોદીની આ વખતની G20 મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત ઇન્ડોનેશિયા પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળવા જઈ રહ્યુ છે જ્યાં સુધી ઈન્ડોનેશિયામાંથી અધ્યક્ષપદ સંભાળવાની વાત છે, ભારતે ઈન્ડોનેશિયાને સતત મદદ કરી છે અને ઈન્ડોનેશિયાની સરકાર પણ ભારતના સહયોગને માન્યતા આપે છે.' ભારતીય રાજદૂતે કહ્યુ કે આ સમિટમાં ભારતના વડાપ્રધાનની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે. PM મોદી દ્વારા લૉન્ચ કરવામાં આવેલ G20 લોગો ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો, કેસરી, સફેદ અને લીલો તેમજ વાદળીનુ મિશ્રણ છે. તે પૃથ્વી ગ્રહને ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ સાથે જોડે છે જે પડકારો વચ્ચે વૃદ્ધિ દર્શાવે છે એમ એક અધિકૃત નિવેદનમાં જણાવાયુ છે. G20 લોગોની નીચે દેવનાગરી લિપિમાં 'ભારત' લખેલુ છે. અધિકારીના જણાવ્યા મુજબ 'ભારતની G20 પ્રેસિડેન્સીની થીમ છે 'વસુધૈવ કુટુમ્બકમ'. જેનો અર્થ છે, પૃથ્વી એક ઘર સમાન છે.












Click it and Unblock the Notifications
