For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિન ગડકરીએ દિગ્વિજય વિરૂદ્ધ દાખલ કર્યો માનહાનિનો કેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gadkari digvijay
નવી દિલ્હી, 2 ઑક્ટોબર: ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ વિરૂદ્ધ સોમવારે માનહાનિ કેસ દાખલ કર્યો છે. તેમને આરોપ લગાવ્યો છે કે દિગ્વિજયસિંહે તેમના પર આરોપ લગાવીને તેમના સન્માનને ઠેસ પહોંચાડી છે. દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો છે કે તેમના બિઝનેસ ભાગીદારને કોલસા ફાળવણીમાં લગભગ 500 કરોડનો ફાયદો થયો છે.

સીનિયર વકિલ પિંકી આનંદે ગડકરી તરફથી કહ્યું હતું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુદેશ કુમારને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ તાજેતરમાં નિવેદન આપ્યું છે કે છે કે તેમના કાઇન્ટના ભાગીદાર અજય સંચેતીએ કોલસા બ્લોક ફાળવણીમાં કરોડો રૂપિયાનો લાભ મળ્યો છે.

આનંદે કહ્યું હતું કે દિગ્વિજયનું આ નિવેદનનો મોટાપાયે પ્રચાર થયો છે અને મીડીયામાં તેને સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે આ નિવેદન દ્રારા ફરિયાદીની પ્રતિષ્ઠાને ઠેસ પહોચાડવાનો ઇરાદો હતો. ગડકરીની વકીલે સંક્ષિપ્ત નિવેદન બાદ કોર્ટમાં સુનાવણીમાં હાજર ભાજપ અધ્યક્ષના નિવેદનને રેકોર્ડ કરવાનો નિર્ણ્ય કર્યો છે.

ગડકરીનું નિવેદન રેકોર્ડ કર્યા પહેલાં મેજિસ્ટ્રેટે મીડીયાકર્મીઓને બહાર જવા માટે કહ્યું હતું. સુનાવણી દરમિયાન ગડકરીની વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ લીડરને નોટીસ આપી છે પરંતુ તેમને જવાબ આપ્યો નથી.

English summary
BJP President Nitin Gadkari today slapped a criminal defamation case against Congress leader Digvijay Singh for accusing him of having business links with his party MP Ajay Sancheti who allegedly pocketed Rs 500 crore in coal block allocation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X