For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં સાર્વજનિક સ્થળોએ ગણેશ ચતુર્થી ઉજવવાની મનાઈ, DDMAએ જાહેર કરી ગાઈડલાઈન

કોરોના મહામારીનુ જોખમ હજુ પણ દેશમાં યથાવત છે અને આના કારણે ઘણા રાજ્યોમાં ગણેશ ચતુર્થીના ઉત્સવના આયોજનનની અનુમતિ આપવામાં આવી નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીનુ જોખમ હજુ પણ દેશમાં યથાવત છે અને આના કારણે ઘણા રાજ્યોમાં ગણેશ ચતુર્થીના ઉત્સવના આયોજનનની અનુમતિ આપવામાં આવી નથી. હવે દિલ્લીમાં પણ ગણેશ ચતુર્થીના તહેવાર પર કોઈ પણ પ્રકારના આયોજનને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ છે. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી તરફથી આ બાબતે એક એડવાઈઝરી જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીએ સાર્વજનિક સ્થળોએ દેશની રાજધાનીમાં ઉજવણી કરવાની મનાઈ છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તે પોતાના ઘરમાં જ ગણેશ ચતુર્થીનો પર્વ મનાવે.

ganesh

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ગણેશ ચતુર્થીને આ મહિને જ મનાવવામાં આવશે પરંતુ વર્તમાન સ્થિતિને જોતા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગણેશ ચતુર્થીઓ સાર્વજનિક સ્થળોએ ઉજવણી કરવાની અનુમતિ નહિ હોય. લોકોને સૂચન છે કે તે પોતાના ઘરમાં જ પર્વ જ મનાવે. સાથે જ તમામ મોટા અધિકારીઓને એ નિર્દેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.

ડીડીએમએ તરફથી જે રિલીઝ જાહેર કરવામાં આવી છે કે તેમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લીમાં કોરોના સંક્રમણને વધવાથી રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. 30 ઓગસ્ટે જાહેર કરેલ ગાઈડલાઈનમાં દિલ્લીમાં કોઈ પણ પ્રકારના રાજકીય, રમત, ધાર્મિક વગેરેના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ લોકોને ધાર્મિક સ્થળે જવાની અનુમતિ આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે દિલ્લીમાં મંગળવારે કોરોનાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. આ મહિને દિલ્લીમાં કોરોનાથી આ પહેલુ મોત છે. અત્યાર સુધી આ મહિને દિલ્લીમાં કોરોનાના માત્ર 50 કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમણનો દર 0.07 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 30 દર્દીઓને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સોમવારે કુલ 69932 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

English summary
Ganesh Chaturthi celebrations will not be allowed at public places in Delhi DDMA release guideline.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X