ગે કપલે ધામધૂમથી કર્યા લગ્ન, પરિવારના પણ મળ્યા આશીર્વાદ, જુઓ વાયરલ ફોટા
હૈદરાબાદના ગે કપલે ખૂબ ધામધૂમથી શનિવાર(19 ડિસેમ્બર) લગ્ન કર્યા છે.
મુંબઈઃ હૈદરાબાદના ગે કપલે ખૂબ ધામધૂમથી શનિવાર(19 ડિસેમ્બર) લગ્ન કર્યા છે. કોલકત્તાના સુપ્રિયો ચક્રવર્તી અને દિલ્લીના અભય ડાંગે હૈદરાબાદના એક રિસોર્ટમાં લગ્ન કર્યા છે જેના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે પોતાના પરિવાર અને નજીકના દોસ્તો સાથે એક સમારંભમાં એકબીજાને લગ્નની વીંટી પહેરાવી અને લગ્નના બંધનમાં બંધાઈને પોતાના સંબંધને અધિકૃત બનાવી દીધુ.

પંજાબી અને બંગાળી રિવાજથી થયા લગ્ન
31 વર્ષીય સુપ્રિયો ચક્રવર્તી અને 34 વર્ષીય અભય ડાંગે બંગાળી અને પંજાબી રિવાજથી લગ્ન કર્યા છે. સુપ્રિયો ચક્રવર્તી બંગાળી છે અને અભય ડાંગ પંજાબી છે. આ જોડુ હવે પતિ અને પત્ની બની ગયા છે. વરિષ્ઠ પત્રકાર કિંગ્શુક નાગ જે આ સમારંભમાં હતા તેમણે કહ્યુ, 'હૈદરાબાદ પાસે એક રિસોર્ટમાં ઈન્સ્ટીટ્યુટ ઑફ હોટલ મેનેજમેન્ટના ફેકલ્ટી મેમ્બર અને એમેઝોનના સીનિયર મેનેજરના સમલૈંગિક લગ્નમાં હાજરી આપી. લગ્નની શપથ ડેલૉઈટના એક પૂર્વ મેનેજર દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી જે એક ટ્રાંસવેસ્ટાઈડ છે. દંપત્તિના પરિવાર અને દોસ્ત મોટી સંખ્યામાં તેમના આ ફંક્શનમાં શામેલ થયા હતા. જે એ દર્શાવે છે કે ભારત કેવી રીતે ધીમે-ધીમે પરંતુ ચોક્કસપણે બદલાઈ રહ્યો છે.'

લગ્નમાં સંગીતથી લઈને મહેંદી સુધીનુ થયુ હતુ ફંક્શન
સુપ્રિયો ચક્રવર્તીએ સમાચાર એજન્સી પીટીઆઈ(ભાષા)ને કહ્યુ, 'આ એક બે દિવસીય 17 અને 18 ડિસેમ્બરનો કાર્યક્રમ હતો. આ એક એવો કાર્યક્રમ હતો જ્યાં અમારા બધા નજીકના દોસ્ત અને પરિવાર હતા. અમે મહેંદી અને સંગીતથી શરુઆત કરી. હું અને અભય અલગ-અલગ રાજ્યોમાંથી છીએ. તે(અભય) પંજાબી છે અને હું બંગાળી છુ. અમે જે પણ પોષાક પહેર્યો હતો. તેમાં દરેક સંભવ પંજાબી અને બંગાળીનો સાર નાખવાની કોશિશ કરી. શનિવારે અમારી હલ્દીની રસમ હતી અને સોફિયા ડેવિડે અમારા લગ્નની ઔપચારિકતા પૂરી કરી.'

ડેટિંગ એપથી મળ્યા હતા સુપ્રિયો અને અભય
સુપ્રિયો અને અભય 2012માં એક ઑનલાઈન ડેટિંગ એપના માધ્યમથી મળ્યા હતા અને ત્યારથી એકસાથે રહી રહ્યા હતા. સુપ્રિયોએ કહ્યુ કે લગ્નની ઉજવણી દોસ્તો અને પરિવાર સાથે 'અમારા મિલનની ઉજવણી' મનાવવા માટે હતી. તેમણે કહ્યુ કે એક વાર જ્યારે દેશમાં સમાન લિંગ લગ્નને કાયદેસર કરી દેવામાં આવશે તો તે પોતાના લગ્ન રજિસ્ટર કરાવી દેશે.












Click it and Unblock the Notifications
