એર હોસ્ટેસ ગીતિકા શર્માની માતાએ પણ કરી આત્મહત્યા

આ પહેલા એરહોસ્ટેસ ગીતિકા શર્માએ પાંચ ઓગસ્ટ 2012ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ગોપાલ કાંડા પોલીસની હિરાસતમાં છે. ગીતિકાએ પોતાની સુસાઇડ નોટમાં ગોપાલ કાંડાને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યો હતો.
ગીતીકાએ પોતાના સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે કાંડા અને તેની સહયોગી અરુણા ચઢ્ઢાના ત્રાસના કારણે તે પોતાનું જીવન ટૂંકાવી રહી છું. અરુણા ચઢ્ઢા ગીતિકા આત્મહત્યા કેમાં સહઆરોપી છે.
ગીતિકાની આત્મહત્યાના મામલે ગોપાલ કાંડાને હજી સુધી કોઇ સજા નહી થવાના કારણે ગીતિકાની માતાએ પણ આ પગલુ ભર્યું હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી આવે છે. ગીતિકાની માતા અનુરાધા શર્માએ પણ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે તેમણે સુસાઇડ નોટમાં શું લખ્યું છે તેની જાણ થઇ શકી નથી.












Click it and Unblock the Notifications
