For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગહેલોતના મંત્રી શાંતિ ધારીવાલે કહ્યુ - 'રેપમાં રાજસ્થાન નંબર વન, આ પુરુષોનો પ્રદેશ, શું કરવુ'

યુડીએચ મંત્રી શાંતિ ધારીવાલે કહ્યુ કે રાજસ્થાન દુષ્કર્મમાં નંબર વન છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાન વિધાનસભાનુ બજેટ સત્ર ચાલી રહ્યુ છે. બુધવારે પોલિસ અને જેલની અનુદાન માંગો પર ચર્ચા દરમિયાન અશોક ગહેલોત સરકારના મંત્રીએ વિવાદિત નિવેદન આપી દીધુ. યુડીએચ મંત્રી શાંતિ ધારીવાલે કહ્યુ કે રાજસ્થાન દુષ્કર્મમાં નંબર વન છે. આના કારણો પર ધારીવાલે વાંધાજનક વાત પણ કહી. જો કે એ વાતને સંસદની કાર્યવાહીમાં હટાવી દેવામાં આવી.

dhariwal

ભાજપે આના પર આક્રમક પ્રતિક્રિયા આપી છે. ઉપનેતા વિરોધ પક્ષ રાજેન્દ્ર રાઠોડે આરોપ લગાવ્યો. ધારીવાલે રેપના કારણોને લઈને સંસદમાં કહ્યુ કે રેપના કેસોમાં અમે નંબર એક પર છીએ. હવે આ રેપના કેસો કેમ છે? ધારીવાલે કહ્યુ કે ક્યાંકને ક્યાંક ખોટુ છે. આમ પણ આ રાજસ્થાન તો પુરુષોનો પ્રદેશ રહ્યો છે. તેનુ શું કરવુ? એમ કહીને ધારીવાલ અને ઘણા મંત્રી કોંગ્રેસ ધારાસભ્યો હસવા લાગ્યા. ત્યારબાદ ભાજપે સંસદમાંથી બૉયકૉટ કર્યુ. આ તરફ આ મામલે ધારીવાલે કહ્યુ કે તેમણે મર્દ નહિ પરંતુ મર્જ કહ્યુ હતુ.

ધારીવાલે કહ્યુ - રેપના કેસ જુઓ તમે, રેપ અને રેપ વિથ મર્ડરના આંકડા અલગ છે. રેપ વિથ મર્ડરમાં રાજસ્થાન 11માં નંબરે છે. રેપ વિથ મર્ડરમાં યુપી નંબર વન પર છે. એમપી બીજા, આસામ ત્રીજા, મહારાષ્ટ્ર ચોથા, ઓરિસ્સા પાંચમાં, છઠ્ઠા નંબરે તેલંગાના, ઝારખંડ સાતમાં અને પશ્ચિમ બંગાળ આઠમાં નંબરે છે. રાજસ્થાન રેપ મામલે નંબર એક પર છે એમાં કોઈ બેમત નથી. બીજા નંબરે યુપી, એમપી ત્રીજા, આસામ પાંચમાં અને હરિયાણા છઠ્ઠા નંબરે છે. ભાજપે આને લઈને જે ખોટી ફિગર આપી છે તેને સુધારી લીધી છે.

ધારીવાલે જ્યારે નિવેદન આપ્યુ તો મંત્રી હસતા રહ્યા

જ્યારે ધારીવાલે બળાત્કારના કેસોમાં થયેલા વધારાને પુરુષોની સ્થિતિ સાથે જોડતું નિવેદન આપ્યું, ત્યારે કોઈને ભૂલનો અહેસાસ થયો નહીં. સરકારના મંત્રીઓ અને શાસક પક્ષના ધારાસભ્યો હસતા રહ્યા, કોઈએ ધારીવાલને અટકાવ્યા નહીં. સરકારમાં ત્રણ મહિલા મંત્રીઓ પણ છે, તેમાંથી પણ કોઈએ ટોક્યા નહિ.

English summary
Gehlot's minister Shanti Dhariwal said - 'Rajasthan number one in rape, this is the state of men, what to do'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X