For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અધૂરી રહી ગઈ જનરલ બિપિન રાવતની એક ઈચ્છા, જે જોડાયેલી હતી તેમની પત્ની મધુલિકા સાથે

પીટીઆઈ સમાચાર એજન્સી સાથે વાત કરીને બિપિન રાવતના જિજાજી યશવર્ધન સિંહે કહ્યુ કે જનરલ બિપિન રાવતની એક ઈચ્છા હતી કે..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના પહેલા મુખ્ય રક્ષા અધ્યક્ષ(સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સૈન્ય કર્મીઓના તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે(8 ડિસેમ્બર)ના રોજએક હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં મોત થઈ ગયા. ત્રણ સેનાઓના પ્રમુખ 63 વર્ષીય જનરલ બિપિન રાવતને આ મહિનાના અંતે નવા પદ પર બે વર્ષ પૂરા થઈ જતા પરંતુ એ પહેલા આ દુઃખદ દૂર્ઘટના બની ગઈ. પીટીઆઈ સમાચાર એજન્સી સાથે વાત કરીને બિપિન રાવતના જિજાજી યશવર્ધન સિંહે કહ્યુ કે જનરલ બિપિન રાવત જાન્યુઆરી, 2022માં મધ્ય પ્રદેશના શહડોલમાં પોતાની પત્ની મધુલિકાના પૈતૃક ઘરે આવવાના હતા. તેમણે કહ્યુ કે શહડોલમાં સૈનિક સ્કૂલ બનવાથી વંચિત છાત્રોને સશસ્ત્ર બળોમાં શામેલ થવા માટે ખુદને તૈયાર કરવામાં મદદ મળતી પરંતુ સીડીસી બિપિન રાવતની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.

બિપિન રાવતની પત્નીના પૈતૃક ઘર સાથે હતો લગાવ

બિપિન રાવતની પત્નીના પૈતૃક ઘર સાથે હતો લગાવ

જનરલ બિપિન રાવતને જિલ્લા શહડોલ સાથે એક મજબૂત બંધન અને લગાવ હતો. બિપિન રાવતે 1986માં શહડોલ જિલ્લાના સોહાગપુર ગઢીના દિવંગત કુંવર મૃગેન્દ્ર સિંહની દીકરી મધુલિકા સાથે લગ્ન કર્યા હતા. બુધવારે મધુલિકા પણ MI-17V5 સૈન્ય હેલિકૉપ્ટરમાં હતી જે તમિલનાડુમાં કુન્નૂર પાસે દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. એક દિવસ પહેલા થયેલ હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર કેપ્ટન વરુણ સિંહ છે જે વર્તમાનમાં વેલિંગટનની એક સૈન્ય હૉસ્પિટલમાં પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.

મધુલિકા રાવતના ભાઈનુ છલકાયુ દર્દ

મધુલિકા રાવતના ભાઈનુ છલકાયુ દર્દ

ઘટના અંગે પીટીઆઈ સાથે વાત કરીને મધુલિકા રાવતના ભાઈ યશવર્ધન સિંહે કહ્યુ કે તેમને ફોન પર હેલિકૉપ્ટર દૂર્ઘટનાની સૂચના મળી હતી. એ વખતે તેઓ ભોપાલમાં હતા. તે બાદમાં ભારતીય સેના દ્વારા આયોજિત એક વિશેષ ઉડાનમાં દિલ્લી માટે રવાના થયા છે. યશવર્ધન સિંહે કહ્યુ, 'મારી મા, જે ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા છે અને શહડોલમાં છે, તે પણ જબલપુરના સેનાના અધિકારીઓ સાથે મોડી રાતે દિલ્લી માટે રવાના થશે. અત્યાર સુધી તેમને આ દુઃખદ ઘટના વિશે ખબર નથી અને નજીકના સંબંધી જલ્દી દૂર્ઘટના વિશે જણાવવા માટે અમારા પૂર્વજોના ઘરે પહોંચશે.'

બિપિન રાવતના જીજાજીએ કહ્યુ - આપ્યુ હતુ આ વચન

બિપિન રાવતના જીજાજીએ કહ્યુ - આપ્યુ હતુ આ વચન

જનરલ રાવતને જીજાજી યશવર્ધન સિંહે કહ્યુ, 'હું તેમને છેલ્લી વાર દશેરા ઉત્સવ પર મળ્યો હતો જ્યારે મારી દીકરી બાંધવી, પેરુ, દક્ષિણ આફ્રિકાથી વિશ્વ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લઈને પાછી આવી હતી. એ વખતે તેમણે વચન આપ્યુ હતુ કે તે જાન્યુઆરી, 2022માં શહડોલ આવશે અને જિલ્લામાં એક સૈનિક સ્કૂલ આપવાનુ પણ આશ્વાસન આપ્યુ કારણકે અહીં આદિવાસી વસ્તીની એક મોટી સંખ્યા છે. તેમણે(જનરલ રાવત) મને સ્થાનિક સાંસદ અને મંત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે કહ્યુ હતુ જેથી આના પર કામ કરી શકાય.'

પોતાના પૈતૃક ગામમાં ઘર બનાવાવ માંગેતા હતા બિપિન રાવત

પોતાના પૈતૃક ગામમાં ઘર બનાવાવ માંગેતા હતા બિપિન રાવત

ઉત્તરાખંડના પૌડીના રહેવાસી જનરલ બિપિન રાવત છેલ્લી વાર 2018માં પોતાના ગામ ગયા હતા. પીટીઆઈ સાથે વાત કરીને તેમના એક સંબંધીએ જણાવ્યુ કે તેમની પોતાના રિટાયરમેન્ટ બાદ ત્યાં(પૌડી)માં એક ઘર બનાવવાની યોજના હતી. બિપિન રાવતના 70 વર્ષીય કાકા ભરત સિંહ રાવત કોઈ કામથી કોટદ્વાર ગયા હતા પરંતુ જેવા તેમને દૂર્ઘટનાના સમાચાર મળ્યા તે પાછા આવી ગયા. બિપિન રાવતના પરિવારના લોકો દ્વારીખાલ ખંડના સાઈના ગામમાં રહે છે. બિપિન રાવતના કાકા ભરત સિંહ રાવતે જણાવ્યુ કે આસપાસના ગામોના લોકો આંસુભરી આંખોથી પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે પહોંચી રહ્યા છે. તેમણે કહ્યુ કે બિપિન રાવતે 2018માં ગામમાં પોતાના ગયા પ્રવાસ દરમિયાન કુળદેવતાની પૂજા પણ કરી હતી.

ભારતના પહેલા સીડીએસ બિપિન રાવત

ભારતના પહેલા સીડીએસ બિપિન રાવત

જનરલ બિપિન રાવતને 31 ડિસેમ્બર,, 2019ના રોજ ભારતના પહેલા પ્રમુખ રક્ષા અધ્યક્ષ(સીડીએસ) નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીડીએસ જનરલ તરીકે બિપિન રાવત ત્રણે સેનાઓના મહત્વાકાંક્ષી આધુનિકિકરણ પરિયોજનાઓને જોઈ રહ્યા હતા. સીડીએસ નિયુક્ત કરાતા પહેલા જનરલ બિપિન રાવત 17 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યા હતા.

English summary
General Bipin Rawat wanted to visit this place of his wife Madhulika but his wish unfulfilled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X