For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિપિન રાવતના નિધનથી દુઃખી મિત્ર સંધુએ કહ્યુ - 'એ હતા યારોના યાર અને CDS માટે બેસ્ટ ચોઈસ'

રાષ્ટ્રીય રક્ષા એકેડમી(એનડીએ)ના બેચમેટ અને નજીકના દોસ્તે જનરલ બિપિન રાવતને યાદ કરીને આ કહ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તમિલનાડુમાં હેલિકૉપ્ટર ક્રેશનો શિકાર થયેલા સીડીએસ બિપિન રાવતના મોતથી આખો દેશ શોકમાં છે. કોઈને સમજમાં નથી આવી રહ્યુ કે આ બધુ કેવી રીતે થઈ ગયુ? જનરલ બિપિન રાવત એક એવા વ્યક્તિ હતા જેમને લોકો ક્યારેય ભૂલી નહિ શકે. તે માત્ર બહાદૂર વ્યક્તિ નહોતા પરંતુ એક ઝિંદાદિલ વ્યક્તિ પણ હતા. તેમને યાદ કરીને તેમના રાષ્ટ્રીય રક્ષા એકેડમી(એનડીએ)ના બેચમેટ અને તેમના નજીકના દોસ્તે તેમને દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) તરીકે એકદમ યોગ્ય વિકલ્પ ગણાવ્યો.

બ્રિગેડિયર સંધુ દોસ્તને યાદ કરીને ભાવુક થયા

બ્રિગેડિયર સંધુ દોસ્તને યાદ કરીને ભાવુક થયા

બ્રિગેડિયર મંદીપ સિંહ સંધૂ(રિટાયર) રાવતના ક્લોઝ ફ્રેન્ડમાંના એક હતા. પોતાના મિત્રના નિધનથી દુઃખી સંધૂએ કહ્યુ કે, 'મારો દોસ્ત એક શેર હતો.' તેમને યાદ કરીને ભાવુક સંધૂએ કહ્યુ કે 'રાવત ખૂબ મિલનસાર અને મૃદુભાષી વ્યક્ત હતા. તે હંમેશાથી સેનાને આધુનિક લડાકુ બળ તરીકે પુનર્ગઠિત કરવાની જરુર છે. આપણે દેશના વીરને ગુમાવી દીધા છે.'

'એ હતા યારોના યાર અને સીડીએસની બેસ્ટ ચોઈસ'

'એ હતા યારોના યાર અને સીડીએસની બેસ્ટ ચોઈસ'

સંધૂએ કહ્યુ કે 'બહુ બિઝી રહેનાર રાવત હંમેશા દોસ્તો માટે સમય કાઢતા હતા. અમે એક જ એનડીએ બેચમાં હતા અને સાથે કાશ્મીરમાં બ્રિગેડની કમાન પણ સાથે સંભાળી હતી. ચહેરા પર મુસ્કાન અને દોસ્તો માટે પ્રેમ રાવતની ખાસિયત હતી. અમે આજે પોતાનો એક જિંદાદિસ દોસ્ત ગુમાની દીધો. એ યારોનો યાર હતો.'

રાવત અને તેમના પત્નીનુ પાર્થિવ શરીર આજે લાવવામાં આવશે દિલ્લી

રાવત અને તેમના પત્નીનુ પાર્થિવ શરીર આજે લાવવામાં આવશે દિલ્લી

તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં હેલિકૉપ્ટર ક્રેશનો શિકાર થયેલ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનો પાર્થિવ દેહ ભારતીય સેનાના જહાજથી આજે દિલ્લી લાવવામાં આવશે અને શુક્રવારે કેન્ટ સ્મશાનમાં રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર થશે. એએનઆઈના જણાવ્યા મુજબ રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને તેમના ઘરે કાલે સવાર 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને પછી કામરાજ માર્ગથી દિલ્લી કેન્ટના બરાર સ્કવાયર સ્મશાન ઘાટ સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને પછી કેન્ટ સ્મશાનમાં તેમની યાત્રા કાઢવામાં આવશે.

વાયુસેનાએ આ દૂર્ઘટનાની તપાસના આપ્યા આદેશ

વાયુસેનાએ આ દૂર્ઘટનાની તપાસના આપ્યા આદેશ

તમને જણાવી દઈએ કે આ દર્દનાક દૂર્ઘટનામાં રાવત અને તેમના પત્ની ઉપરાંત બ્રિગેડિયર એલએસ લિદ્દર, સીડીએસના સૈન્ય સલાહકાર તેમજ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાંડર પીએસ ચવ્હાણ, સ્કવૉડ્રન લીડર કે સિંહ, જેડબ્લ્યુઓ દાસ, જેડબ્લ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાંસ નાયક વિવેક કુમાર અને લાંસ નાયક સઈ તેજા શામેલ છે. ભારતીય વાયુસેનાએ આ દૂર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

English summary
General Rawat was 'very focused' on doing something for the nation and the Army always said Brigadier Mandeep Singh Sandhu (Retd), Ex-Army Special Forces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X