જર્મન બેકરી કેસઃ દોષી હિમાયતને ફાંસીની સજા

નોંધનીય છે કે વર્ષ 2010માં થયેલા આ ધડાકામાં પાંચ વિદેશીઓ સહિત 17 લોકોના મોત નીપજ્યાં હતા. મામલાના કુલ છ આપોરી હતા. જેમાના પાંચ હજુ પણ ફરાર છે. છઠ્ઠા આરોપી શખ્સને કોર્ટમાં સોમવારે દોષી જાહેર કરવામાં આવ્યો હતો.
હિમાયતને ભારતીય દંડ સંહિતાની ધારા 302(હત્યા), 307(હત્યાનો પ્રયાસ), 435, 474(ફ્રોડ), 153(એ) (ધર્મ, નસ્લ, જન્મસ્થાન, ભાષાના આધાર પર વિભિન્ન વર્ગોમાં વૈમનસ્ય ફેલાવવા અને સાંપ્રદાયિક સદ્ભાવને નુક્સાન પહોંચાડવાવાળી ગતિવિધિઓને અંજામ આપવો) તથા 120 (બી) (આપરાધિક ષડયંત્ર) હેઠળ દોષી ઠેરવ્યો હતો.
આ મામલામાં હિમાયત અને અન્ય છ લોકો વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલામાં પાંચ ફરાર આરોપી યાસિન ભટકલ, મોહસિન ચૌધરી, રિયાઝ ભટકલ, ફૈયાઝ કાગજી અને ઇકબાલ ભટકલ છે. જૈબુદ્દીન અંજાસી ઉર્ફે અબુ જંદાલ વિરુદ્ધ અન્ય આતંકવાદી મામલો સુનાવણી ચાલી રહી છે, પરંતુ તેને જર્મન બેકરી મામલે પકડવામાં આવ્યો નથી. આ મામલામાં તમામ આરોપી પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબા કે ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્યો છે. મહારાષ્ટ્ર એટીએસે હિમાયતની 7 સપ્ટેમ્બર 2010એ ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
