For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: થોડી વારમાં જ પીએમ મોદી દેશને સંબોધિત કરશે

Live: થોડી વારમાં જ પીએમ મોદી દેશને સંબોધિત કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજનૈતિક રણ જીતવા તમામ પાર્ટીના રાજનૈતિક દળના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયા છે. પ્રયાગરાજ અને વારાણસીનો પ્રવાસ કર્યા બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયાં છે. પ્રિયંકા આજે પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં રહેશે, જે બાદ તેઓ રાયબરેલી અને અયોધ્યા જશે. આ બાજુ તેઓ રાયબરેલી અને અયોધ્યા જશે. જ્યારે બીજી બાજુ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ આજે NYAY યોજનાને લઈ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.

PM modi

Newest First Oldest First
11:50 AM, 27 Mar

પીએમ મોદી થોડી વારમાં દેશને સંબોધિત કરશે

ગણતરીની પળમાં જ પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રના નામે સંબોધન આપશે. પીએમ મોદીએ ટ્વીટર પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આજે સવારે 11.45-12 વાગ્યે એક મહત્વપૂર્ણ સંદેશ લઈને લોકોની વચ્ચે આવશે. પીએમ મોદીના આ ટ્વીટ બાદ લોકો તમામ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી રાષ્ટ્રી સુરક્ષા, ઈકોનોમી અથવા કોઈ અન્ય મોટા મુદ્દે એલાન કરી શકે છે.
11:02 AM, 27 Mar

અમે ઈચ્છીએ છીએ કે જમ્મુ અને કાશ્મીરમાં જલદી વિધાનસભા ચૂંટણી થાય

શ્રીનગરમાં ભાજપના નેતા રામ માધવે કહ્યું કે અમારી સરકારે આતંકી ગતિવિધિઓ પર પાબંદી લગાવી છે. ઘાટીની સ્થાનીય પાર્ટિઓ ઈચ્છે છે કે અલગાવવાદી પાર્ટીઓ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવે, પરંતુ એવું નહિ થાય. તેમણે કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે રાજ્યમાં જલદીમાં જલદી વિધાનસભા ચૂંટણી થાય. રામ માધવે કહ્યું કે મતદાતાઓ ધ્યાન રાખે કોણ પાકિસ્તાન પરસ્ત છે અને કોણ ભારત સાથે છે. અણારી પાર્ટીએ આ વખતે કાશ્મીર ઘાટીની ત્રણેય સીટ પર ઉમેદવારો ઉતાર્યા છે.
11:00 AM, 27 Mar

મેનકા ગાંધીએ પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી કરી

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પહેલીવાર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં પ્રિયંકાની કઈ અસર નહિ થાય. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ રાફેલ છોડી જનતા સાથે જોડાયેલ મુદ્દા ઉઠાવવા જોઈએ. જણાવી દઈએ કે મેનકા ગાંધી આ વખતે સુલ્તાનપુર અને વરુણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડશે.
10:58 AM, 27 Mar

માયાવતીનું કોંગ્રેસ- ભાજપ પર નિશાન

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ટ્વીટ કરી કોંગ્રેસ અને ભાજપ બંને પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ગરીબો, મજૂરો, ખેડૂતો વગેરેના હિતની ઉપેક્ષાના મામલે બંને પાર્ટી એક સમાન જ છે.
10:57 AM, 27 Mar

કોંગ્રેસમાં સામેલ થશે ઉર્મિલા માતોંડકર

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે બપોરે કોંગ્રેસમાં સામેલ થશે. મિલિંદ દેવડા અને સંજય નિરુપમ સહિત કેટલાય નેતાઓ દિલ્હીમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ઉર્મિલા કોંગ્રેસમાં સામેલ.
10:45 AM, 27 Mar

રામ માધવ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે

ભાજપના નેતા રામ માધવ આજે શ્રીનગરમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
10:44 AM, 27 Mar

ઓબીસી કન્વેન્શનને સંબોધિત કરશે

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હીમાં કોંગ્રેસના ઓબીસી કન્વેન્શનને સંબોધિત કરશે.
10:44 AM, 27 Mar

ગરીબ પરિવારને મળશે 72000

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો દાવો છે કે જો તેમની સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબોના ખાતામાં તેઓ દર વર્ષે 72000 રૂપિયા જમા કરાવશે.
10:43 AM, 27 Mar

પી. ચિદમ્બરમ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ આજે NYAY યોજનાને લઈ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. NYAY યોજનાનું એલાન થયા બાદ ચૂંટણી વિવાદ ચાલુ છે.
10:43 AM, 27 Mar

રાયબરેલીની મુલાકાત લેશે

અમેઠી બાદ પ્રિયંકા ગાંધી ગુરુવારે રાયબરેલી અને શુક્રવારે અયોધ્યા જશે. અમેઠીમાં બૂથ અધ્યક્ષો અને સ્થાનિક લોકો સાથે વાત કર્યા બાદ રાયબરેલી જવા રવાના થશે.
10:38 AM, 27 Mar

ઉત્તર પ્રદેશનો મોર્ચો સંભાળ્યો

ઉલ્લેખનીય છે કે અમેઠીમાં ફરી એકવાર મુકાબલો રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે છે. રાહુલ ગાંધી આખા દેશમાં પ્રચાર કરી રહ્યા છે અને પ્રિયંકાને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે આ કારણે જ તેઓ ઉત્તર પ્રદેશનો મોર્ચો સંભાળી રહ્યાં છે.
10:38 AM, 27 Mar

પ્રિયંકા આજે અમેઠીમાં

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે અમેઠીમાં રહેશે. આજે તેઓ 2000થી વધુ બૂથ અધ્યક્ષો સાથે મુલાકાત કરશે.

English summary
get live update of lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X