Ghosi By Election : જયંત ચૌધરીએ અખિલેશ યાદવને અભિનંદન આપ્યા, કહ્યું-ઈન્ડિયાની હિંમત વધારવા બદલ આભાર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઉંઘ હરામ કરનારા ઈન્ડિયા ગઠબંધને તેની તાકાત દેખાડવાનું શરૂ કરી દીધુ છે. ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાનદાર જીત મેળવતા જોવા મળી રહ્યા છે.

મતગણતરી ચાલી રહી છે અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુધાકર સિંહ 50 હજારથી વધુ મતોથી આગળ છે. જીત લગભગ નિશ્ચિત છે અને તે સપામાંથી રાજીનામું આપીને બીજેપીમાં સામેલ થયેલા દારા સિંહ ચૌહાણને કારમી હાર આપવા જઈ રહ્યાં છે.

Ghosi By Election

અંતિમ પરિણામ આવે તે પહેલા જ સમાજવાદી પાર્ટીના સહયોગી આરએલડીના વડા જયંત સિંહ ચૌધરીએ અખિલેશ યાદવને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. જયંત ચૌધરીએ આ જીતને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવી છે.

આરએલડી ચીફ જયંત સિંહે ટ્વીટ કરીને જણાવ્યુ કે, મોટી જીત નોંધાવીને ઈન્ડિયાનું મનોબળ વધારવા માટે ઉત્તર પ્રદેશના ઘોસીના મતદારોનો આભાર! ઘોસીના ઉમેદવાર સુધાકર સિંહ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને અભિનંદન!

અહીં તમને જણાવી દઈએ કે, સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બનેલા દારા સિંહે વિધાનસભામાંથી રાજીનામું આપીને બીજેપીનો હાથ પકડ્યો હતો. જે બાદ અહીં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં બીજેપીએ દારા સિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર બનાવ્યા તો સમાજવાદી પાર્ટીએ સુધાકર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા.

લેટેસ્ટ માહિતી અનુસાર, 29માં રાઉન્ડમાં સપા ઉમેદવાર સુધાકર સિંહ 49 હજાર મતોથી આગળ છે. બીજેપીના ઉમેદવાર દારા ચૌહાણને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે ચૂંટણીના અંતિમ પરિણામો આવવાના બાકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X