Ghosi Bypoll 2023: યોગીના પ્રહાર સામે અખિલેશનો પલટવાર

મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા સીટ પર થઈ રહેલ પેટાચૂંટણી રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. ઘોસીના રણમાં યોગી આદિત્યનાથ પણ ઉતરી ગયા છે અને તેમણે સપા પ્રમુખ અખિલેશ યાદવ પર પ્રહાર કર્યો હતો. જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે કોરોના કાળમાં સપા અધ્યક્ષે ઈંગ્લેન્ડની ટિકિટ બુક કરાવી લીધી હતી.

Ghosi Bypoll

ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીનો મુકાબલો માત્ર સપા-ભાજપ નથી રહી ગયો બલકે હવે તો આ મુકાબલો NDA V/s INDIA બની ગયો છે. કોંગ્રેસે સપા ઉમેદવારને સમર્થન આપવાનું એલાન કર્યું છે અને માયાવતીની બસપાએ ઉમેદવાર મેદાનમાં નથી ઉતાર્યા. માટે હવે ભાજપ ઉમેદવાર દારા સિંહ ચૌહાણ અને સપા ઉમેદવાર સુધાકર સિંહ વચ્ચે કાંટાની ટક્કર છે.

બંને રાજનૈતિક દળો એકબીજા પર પ્રહારો અને પલટવાર કરી રહ્યા છે. ભાજપ ઉમેદવાર દારા સિંહ ચૌહાણના પક્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રચાર કર્યો. તેમણે જનસભાને સંબોધતાં સપા અધ્યક્ષ સહિત કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો. મુખ્યમંત્રીના પ્રહાર પર અખિલેશ યાદવે પલટવાર કર્યો છે.

અખિલેશ યાદવ શું બોલ્યા?

સપા અધ્યક્ષે સોશિયલ સાઈટ 'એક્સ' પર પોસ્ટ કરીને કહ્યું કે ભાજપે ઘોસીની પ્રવચન સભામાં અટકેલા વિકાસ, બેરોજગારો માટે કામ અને મોંઘવારીની સમસ્યાનો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. સપાના પક્ષમાં મોહલ જોઈ ભાજપાઈ નેતા માત્ર 'ભાષણિક ઔપચારિકતા' નિભાવી રહ્યા છે. ઘોસીની જનતા સમસ્યાઓનું સમાધાન કરવા માટે સુધાકર સિંહ જેવું કામ કરનાર ધારાસભ્ય ચૂંટવા જઇ રહ્યા છે. સુધાકર જોસીની પ્રગતિ માટે સુધા સાબિત થશે.

મુખ્યમંત્રી યોગીએ ચૂંટણી સભામાં અખિલેશ યાદવને ગેસ્ટ હાઉસ કાંડની યાદ અપાવી અને જન્માષ્ટમી પર રોકનો ઉલ્લેખ કરી ઘેરવાની કોશિશ કરી. તેમણે ડબલ એન્જીનની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X