For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં વાપસીના સમાચારો પર ગુલામ નબી આઝાદે તોડ્યુ મૌન, ખુદ જણાવી સચ્ચાઈ

ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાં વાપસીના સમાચારો પર મૌન તોડ્યુ છે અને સમગ્ર મામલે સચ્ચાઈ જણાવી છે.

|
Google Oneindia Gujarati News

Ghulam Nabi Azad On Congress: ગુલામ નબી આઝાદ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે તેવો દાવો ઘણી મીડિયો રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે ગયા મહિને જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપીને ડેમોક્રેટીક આઝાદ પાર્ટી નામથી પોતાની એક નવી પાર્ટી બનાવી હતી. હવે આ સમગ્ર મામલે તેમનુ મોટુ નિવેદન આવ્યુ છે. તેમણે સચ્ચાઈ જણાવી છે.

Ghulam Nabi Azad

ગુલામ નબી આઝાદે શુક્રવારે(30 ડિસેમ્બરે) કહ્યુ કે આ સાચુ નથી માત્ર કોંગ્રેસના નેતાઓ તરફથી આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી છે. ગુલામ નબી આઝાદે ટ્વિટ કરીને આને ફગાવી દીધુ. તેમણે લખ્યુ, 'કોંગ્રેસ પાર્ટીમાં મારા ફરીથી સામેલ થવા અંગે એએનઆઈની સ્ટોરી જોઈને હું સ્તબ્ધ છુ. દૂર્ભાગ્યથી આ પ્રકારની કહાનીઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓનો એક વર્ગ બનાવી રહ્યો છે. આવુ કરીને મારા નેતાઓ અને સમર્થકોનુ મનોબળ ઘટાડવામાં આવી રહ્યુ છે.' તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યુ કે, 'કોંગ્રેસ અને તેમના નેતૃત્વ સામે કોઈ દુર્ભાવના નથી પરંતુ મારો અનુરોધ છે કે આવુ કરનારાને રોકો.'

મીડિયા અહેવાલોને નકારીને ગુલામ નબી આઝાદે કહ્યુ કે કોંગ્રેસમાં પાછા ફરવા અંગે તેમણે કોઈ નેતા કે કોંગ્રેસ સંગઠન સાથે વાત કરી નથી. તેમણે એમ પણ કહ્યુ કે તેઓ અફવાઓ છતાં વધુ મજબૂત બનશે. કોંગ્રેસ વિશે તેમનુ જે પણ કહેવુ હતુ તે તેમણે રાજીનામા દ્વારા આપ્યુ છે. શું તેઓ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રામાં જોડાશે જે આવતા મહિને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરશે તેમ પૂછવા પર ગુલામ નબી આઝાદે કહ્યુ, 'મારી આવી કોઈ યોજના નથી. મારી પાસે મારુ પોતાનુ ઘણુ કામ છે.'

ઉલ્લેખનીય છે કે સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં પરત ફરી શકે છે. આ અંગે તેમની પાર્ટીના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. તેના પર જ ગુલામ નબી આઝાદે આ જવાબ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે પાર્ટી સાથે 52 વર્ષના લાંબા જોડાણ બાદ આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસ છોડી દીધી હતી. કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી આઝાદે આ વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુમાં એક કાર્યક્રમમાં ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની શરૂઆત કરી. સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં તેમણે પાર્ટી નેતૃત્વ ખાસ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ.

રાજીનામામાં તેમણે છેલ્લા 9 વર્ષમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. તેમના પાંચ પાનાના ડ્રાફ્ટ પત્રમાં આઝાદે દાવો કર્યો હતો કે એક મંડળી પાર્ટી ચલાવે છે, જ્યારે સોનિયા ગાંધી માત્ર નામ માત્ર પ્રમુખ હતા અને તમામ મોટા નિર્ણયો 'રાહુલ ગાંધી અથવા તેના બદલે તેમના સુરક્ષા ગાર્ડ અને પીએ' દ્વારા લેવામાં આવ્યા હતા.

જ્યારે તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા ત્યારે કોંગ્રેસ સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં આઝાદે કહ્યુ હતુ કે પાર્ટીમાં સ્થિતિ 'નો રિટર્ન' ના તબક્કે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે આઝાદના રાજીનામા બાદ પાર્ટી પણ ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ભાજપ સહિત અન્ય વિરોધ પક્ષોએ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

English summary
Ghulam Nabi Azad will join congress or not, know what he says about this whole speculation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X