રાહુલ ગાંધી દેશને તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે: ગિરિરાજ સિંહ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને ઉદારવાદીઓના એક સમૂહ સાથે ચાઇ પર ચર્ચા કરી. તેના વિશે બીજેપીએ કોંગ્રેસ પર દેશ તોડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને ઉદારવાદીઓના એક સમૂહ સાથે ચાઇ પર ચર્ચા કરી. તેના વિશે બીજેપીએ કોંગ્રેસ પર દેશ તોડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ પણ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા પૂછ્યું કે શુ કોંગ્રેસ ફક્ત મુસ્લિમોની જ પાર્ટી છે કે પછી મુસ્લિમ મહિલાની પણ પાર્ટી છે. ભાજપે રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી દેશ તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

giriraj singh

ગિરિરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દેશ તોડવાનું ષડયંત્ર છે અને તેની શરૂઆત રાહુલ ગાંધીની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાતથી થયી. ગિરિરાજ સિંહએ રાહુલ ગાંધી પર સંવિધાન બરબાદ કરવાનો પણ આરોપ લગાવ્યો અને માફીની માંગ કરી. જયારે શરીયા કાનૂન વિશે થઇ રહેલી ચર્ચા પર તેમને જણાવ્યું કે દેશમાં બધા માટે એક જ નિયમ હોવો જોઈએ. એક દેશ અને બે કાનૂન નહીં હોવા જોઈએ.

આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધીની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મિટિંગમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શિદ પણ હાજર હતા. બે કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં જ્યાં એક તરફ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓના વિચારો સાંભળ્યા, ત્યાં જ બીજી બાજુ સરકાર પર પ્રહાર પણ કર્યા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે લોકોના ગુસ્સાને ધાર્મિક લાગણીંમાં પરિવર્તિત કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X