ક્યારે અટકશે આ? બેંગલુરુ બાદ મુંબઇમાં યુવતી સાથે થઇ છેડતી

Posted By:
Subscribe to Oneindia News

બેંગલુરુ અને દિલ્હી પછી દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઇમાં પણ એક તેવી ઘટના બની છે જેણે ફરી મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ ઊભો કર્યો છે. આ ઘટના મુંબઇના તારદેવ પોલિસ સ્ટેશન વિસ્તારની છે. પીડિત મહિલાને આ છેડતી દરમિયાન ગંભીર ઇજાઓ આવી છે તેવું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પછી પોલિસે યુવતીને હોસ્પિટલ પહોંચાડીને તપાસ શરૂ કરી છે. હાલ મહિલાની સ્થિતી ગંભીર છે.

rape

પોલીસે જે જાણકારી આપી તે મુજબ એક વ્યક્તિ એક મહિલા સાથે છેડતી કરી, છેડછાડના આ કિસ્સામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. જે પછી પોલીસ તપાસ શરૂ કરી છે. મોડી રાતે થયેલી આ ઘટનામાં પીડિતાના નિવેદનના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

Read also: #BangaloreMolestation પર અક્ષય કુમારનો સણસણતો જવાબ, જુઓ વીડિયો

બેંગલુરુ, દિલ્હી અને હવે મુંબઇ
નોંધનીય છે કે નવા વર્ષની રાતે બેંગલુરુમાં મહિલાઓ સાથે ખુલ્લેઆમ છેડછાડ થઇ હતી. જે પછી આ મામલો છવાયો હતો. તો બીજી તરફ નવી દિલ્હીમાં પણ એક યુવતી સાથે છેડછાડ થઇ હોવાની વાત સામે આવી છે. જેમાં મદદ માટે પહોંચેલી પોલિસ પર લોકોએ હુમલો કર્યો હતો.

English summary
Girl assaulted by a man in Mumbais Tardeo Police Station area last night.
Please Wait while comments are loading...