For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોસ્તીનો અસ્વિકાર કરનાર યુવતીને જીવતી સળગાવી

|
Google Oneindia Gujarati News

fire
લખનૌ, 1 જાન્યુઆરીઃ આજે આખે દેશ દિલ્હી સામુહિક બળાત્કારના વિરોધમાં રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને જનાક્રોશના દબાણમાં સરકાર પણ મહિલાઓની સુરક્ષાને લઇને કડક પગલાં ભરવાની તૈયારીમાં છે, છતાં પણ મહિલાઓની વિરુદ્ધની દરિંદગી રોકાવાનું નામ લેતી નથી. યુપીના હાથરસમાં દોસ્તી કરવાનો ઇન્કાર કરવા બદલ એક યુવતીને ઘરમાં ઘુસીને જીવતી સળગાવી મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

16 વર્ષીય છોકરીનો આરોપ છે કે 20 વર્ષીય અર્જુન તેના પર ખરાબ નજર રાખતો પરંતુ તે તેની સાથે સંબંધ રાખવા માગતી નહોતી. જેનો બદલો લેવા માટે યુવક છોકરીના ઘરમાં ઘુસી ગયો હતો અને તેના પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. યુવતીના પિતાના કહેવાનુસાર જ્યારે તેમની પુત્રીને સળગાવવામાં આવી ત્યારે તે બહાર તાપણું કરી રહ્યાં હતા. બુમો સાંભળીને જ્યારે તે ઘરમાં ગયા તો તેમની પુત્રી આગની ઝપેટમાં હતી. પુત્રીને બચાવતી વખતે તેમના હાથ અને ચહેરાનો ભાગ સળગી ગયો હતો.

પીડિત પિતાનું કહેવું છે કે આરપી યુવક તેમની છોકરીને ઘણા મહિનાથી હેરાન કરતો હતો. જેના કારણે તેમની છોકરીએ સ્કૂલ જવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારબાદ પણ તેની હરકતો રોકાઇ નહીં તો પોલીસને ફરિયાદ કરી પરંતુ પોલીસે કોઇ ઉચિત પગલા ભર્યા નહોતા.

90 ટકા સળગી ગયેલી છોકરી હાલ અલીગઢની મેડિકલ કોલેજમાં સારવાર લઇ રહી છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે તેની હાલત અત્યંત નાજૂક છે. એક તરફ આખો દેશ મહિલાઓની સુરક્ષાની માંગ કરી રહ્યો છે તો યુપીમાં અખિલેશના રાજમાં થયેલી આ વારદાતે કાયદા વ્યવસ્થા સામે પ્રશ્નો ખડા કર્યાં છે.

English summary
16 year old girl burnt alive in hathras a village of uttar pradesh due to refuse friendship. 90 pc burnt victim condition critical.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X