સગા ભાઇએ 1 વર્ષ સુધી કર્યો બળાત્કાર, સગીરા થઇ ગર્ભવતી

પ્રાપ્ત માહિતી અનુસાર ભાઇ પોતાની બહેન સાથે ગત એક વર્ષથી બળાત્કાર કરી રહ્યો હતો. મામલો સોમવારે એ સમયે સામે આવ્યો જ્યારે સગીરાને બેચેની અને ઉલ્ટી થવા લાગી તો તેને કાલવાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તપાસ બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, સગીરા ગર્ભવતી છે. ડોક્ટર્સે જણાવ્યું કે, સગીરાને સાત મહિનાનું ગર્ભ છે. ત્યારબાદ સગીરાએ પોતાની આપવીતિ પોલીસ અને પરિવારજનોને જણાવ્યું.
પોલીસે આ મામલે તુરત કેસ દાખલ કરી આરોપી ભાઇની ધરપકડ કરવામાં આવી. પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, આરોપી યુવક ગત એક વર્ષથી બળાત્કાર કરી રહ્યો હતો અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ પહેલા તેણે ઘણી વાર પોતાની બહેનને દવાઓ આપી હતી જેથી તેને ગર્ભ ના રહે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ચર્ચા છે અને લોકો આરોપી ભાઇને કડકમા કડક સજા કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
