મહારાષ્ટ્ર: ચોરી રોકવા માટે છોકરીઓના કપડાં ઉતરાવ્યા

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના પુણેના કાલભોર વિસ્તારમાં એમઆઇટી ના એક કોલેજમાં પરીક્ષા કેન્દ્રમાં ચોરી પર અંકુશ લગાવવાના બહાને વિધાર્થિનીઓના કપડાં ઉતરાવ્યાનો મામલો સામે આવ્યો છે. વિધાર્થોઓ કોપી ના કરી શકે એટલા માટે જાંચના નામ પર તેમના કપડાં ઉતારવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર માં 10માં અને 12માં ધોરણની પરીક્ષા ચાલી રહી છે, તેવામાં આવી ઘટના સામે આવી છે. ઘટના પછી કાલભોર પોલીસ સ્ટેશનમાં ગુસ્સે ભરાયેલા લોકોનું ટોળું જોવા મળ્યું. તેમની માંગ છે કે આ ઘટના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

વિધાર્થીઓ અને તેમના વાલીઓ થયા ગુસ્સે

વિધાર્થીઓ અને તેમના વાલીઓ થયા ગુસ્સે

આ ઘટના પછી વાલીઓમાં અસંતોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાલીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહાવિદ્યાલય માં આવી ઘટના થવી ખુબ જ શરમની વાત છે. એમઆઇટી જેવા ફેમસ કોલેજની શિક્ષીકા અને મહિલા ગાર્ડ ઘ્વારા પરીક્ષામાં ચોરી રોકવાની આડમાં છોકરીઓને એક રૂમમાં લઇ જઈને તેમના કપડાં ઉતરાવ્યા હતા.

છોકરીએ જણાવ્યું કે તેનો પિરિયડ ચાલી રહ્યો છે

છોકરીએ જણાવ્યું કે તેનો પિરિયડ ચાલી રહ્યો છે

છોકરીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પેપર શરૂ થતા પહેલા મહિલા ગાર્ડ અને ટીચર અમને જાંચ માટે બીજા રૂમમાં લઇ ગયા અને સાથે બધા કપડાં ઉતારવામાં માટે કહ્યું. મહિલા ગાર્ડએ એક છોકરીને પેન્ટ ઉતારવા માટે કહ્યું. ત્યારે છોકરીએ કહ્યું કે તેનો પિરિયડ ચાલી રહ્યો છે એટલે તે પેન્ટ નહીં ઉતારી શકે. પરંતુ મહિલા ગાર્ડએ તેને પેન્ટ ઉતારવા માટે મજબુર કરી અને તેની સાથે આપત્તીજનક હરકત કરી.

વાલીઓ ઘ્વારા સ્ટેશને કેસ નોંધાવ્યો

વાલીઓ ઘ્વારા સ્ટેશને કેસ નોંધાવ્યો

આ ઘટના વારંવાર ત્રણ થી ચાર પેપર સુધી ચાલી છોકરીઓની સહનશક્તિ ખતમ થયા પછી તેમને તેના વિશે તેમના માતાપિતાને જાણ કરી. વિધાર્થીઓના વાલીઓ ઘ્વારા કોલેજમાં જઈને ફરિયાદ કરી. ત્યારપછી તેમને પોલીસ સ્ટેશનમાં જઈને કેસ નોંધાવ્યો અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ની માંગ કરી.

English summary
Girl student stripped in Maharastra to stop cheating in exam.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.