Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્કૂલ બાથરૂમમાં સેનેટરી પેડ મળ્યું તો શિક્ષકે છોકરીઓના કપડાં ઉતરાવ્યા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહએ ફઝીલ્કામાં એક સરકારી સ્કૂલમાં કેટલીક છોકરીઓના કથિત રૂપે કપડાં ઉતરાવ્યા મામલાને ગંભીરતાપૂર્વક લેતા તેની સાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહએ ફઝીલ્કામાં એક સરકારી સ્કૂલમાં કેટલીક છોકરીઓના કથિત રૂપે કપડાં ઉતરાવ્યા મામલાને ગંભીરતાપૂર્વક લેતા તેની સાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીએમ ઘ્વારા આ મામલે ઉચ્ચ સ્તરે જાંચ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે સ્કૂલના બે શિક્ષકોની બદલી પણ કરી દેવામાં આવી છે. ખરેખર ફઝીલ્કા જિલ્લામાં અબોહર તહેસીલ ગામમાં સરકારી કન્યા મિડલ સ્કૂલના બાથરૂમમાં સેનેટરી પેડ મળ્યું હતું. ત્યારપછી સ્કૂલના કેટલાક શિક્ષકોએ કેટલીક છોકરીઓને નિર્વસ્ત્ર કરી નાખી હતી.

તેમના કપડાં ઉતારીને તલાશી લેવામાં આવી

તેમના કપડાં ઉતારીને તલાશી લેવામાં આવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્કૂલ બાથરૂમમાં બે દિવસ પહેલા સેનેટરી પેડ મળ્યું હતું. સ્કૂલની મહિલા શિક્ષકને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમને 7માં ધોરણની છોકરીઓ વિશે તેની પૂછપરછ કરી. સ્કૂલ શિક્ષકો અનુસાર તેનાથી ફ્લશ જામ થઇ જાય છે. ત્યારપછી તેમને આઠમા ધોરણની છોકરીઓની તલાશી લેવાનું કહ્યું. સ્કૂલની છોકરીઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના કપડાં ઉતારીને તલાશી લેવામાં આવી હતી.

છોકરીઓનો વીડિયો વાયરલ થયો

છોકરીઓનો વીડિયો વાયરલ થયો

ત્યારપછી છોકરીઓએ તેની ફરિયાદ ઘરે માતાપિતાને કરી. ત્યારપછી આ મામલો ફેલાઈ ગયો. છોકરીઓના માતાપિતાની ફરિયાદ પર એસડીએમ પૂનમ સિંહ ઘ્વારા સ્કૂલ પહોંચીને તપાસ કરવામાં આવી. આખો મામલો વધારે વધી ગયો જયારે આ ઘટના સીએમ સુધી પહોંચી ગઈ. ખરેખર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં છોકરીઓ રડતી રડતી ફરિયાદ કરી રહી હતી.

સીએમ ઘ્વારા જાંચના આદેશ આપવામાં આવ્યા

સીએમ ઘ્વારા જાંચના આદેશ આપવામાં આવ્યા

મુખ્યમંત્રી અમરિન્દર સિંહ ઘ્વારા શિક્ષા વિભાગ સચિવ કૃષ્ણ કુમારને આખા મામલે જાંચ કરીને સોમવારે રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી આગળ ની કાર્યવાહી થઇ શકે. કેપ્ટન અમરિન્દર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છોકરીઓને શિક્ષિત અને જાગરૂક કરવાને બદલે શિક્ષકો ઘ્વારા તમને નિર્વસ્ત્ર કરવામાં આવી, જે બિલકુલ ખોટું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X