For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટમાં નાખતા મરચુ

રાજધાની દિલ્લીના એક શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે હેવાનિયતની હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીના એક શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે હેવાનિયતની હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. દ્વારકા સ્થિત એક ખાનગી શેલ્ટર હોમમાં અનુશાસના નામે નાની બાળકીઓ પાસે કામ કરાવવામાં આવતુ હતુ અને વિરોધ કરવા પર તેમને મરચુ ખવડાવવામાં આવતુ હતુ. આટલુ જ નહિ જો શેલ્ટર હોમના સ્ટાફનું આટલાથી મન ન ભરાતુ તો તે બધાની સામે બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ ભરી દેતા હતા. આ કેસ તે સમયે સામે આવ્યો જ્યારે 27 ડિસેમ્બરે દિલ્લી મહિલા આયોગ (DCW) સમિતિની સભ્ય જ્યારે શેલ્ટર હોમમાં નિરીક્ષણ કરવા પહોંચ્યા તો બાળકીઓએ તેમની સાથે બનતી હેવાનિયતની કહાની વર્ણવી.

બાળકીઓની ઉંમર 6-15 વર્ષ વચ્ચે છે

બાળકીઓની ઉંમર 6-15 વર્ષ વચ્ચે છે

ગુરુવારે સમિતિએ સગીર બાળકીઓ માટે દ્વારકામાં ચાલી રહેલા પ્રાઈવેટ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. સમિતિના સભ્યોએ જ્યારે આ બાળકીઓ સાથે વાત કરી તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવી. બાળકીઓએ જણાવ્યુ કે મોટી છોકરીઓ પાસે નાની છોકરીઓની સંભાળ રખાવવામાં આવે છે. છોકરીઓ પાસે વાસણો ધોવડાવવામાં આવે છે અને રૂમ અને ટોઈલેટ પણ સાફ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કપડા પણ ધોવડાવવામાં આવે અને કિચનના બીજા કામ પણ કરાવવામાં આવે છે. આ શેલ્ટર હોમમાં રહેતી છોકરીઓની ઉંમર 6-15 વર્ષ વચ્ચે છે.

મહિલા સ્ટાફ બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખી દે છે

મહિલા સ્ટાફ બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખી દે છે

બાળકીઓએ જણાવ્યુ કે જ્યારે પણ કોઈ છોકરી કામ કરવાની ના પાડે તો તેને મરચુ ખવડાવવામાં આવતુ. છોકરીઓએ જણાવ્યુ કે સજા તરીકે મહિલા સ્ટાફ બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખી દે છે. રૂમ સાફ ન કરવા, સ્ટાફની વાત ન માનવા પર તેમને સ્કેલથી પણ મારવામાં આવતી હતી. હોમમાં સ્ટાફ ઘણો ઓછો છે. જમવાનું બનાવવા માટે પણ 22 છોકરીઓ માટે માત્ર એક જ રસોઈયો છે. જમવાની ક્વોલિટી પણ ખરાબ જ રહે છે. જેના કારણે છોકરીઓ પાસે કામ કરાવવામાં આવે છે.

સ્વાતિ જય હિંદે રાતના સમયે શેલ્ટર હોમનો કર્યો પ્રવાસ

સ્વાતિ જય હિંદે રાતના સમયે શેલ્ટર હોમનો કર્યો પ્રવાસ

દિલ્લી મહિલા આયોગની ચીફ સ્વાતિ જય હિંદે રાતના સમયે શેલ્ટર હોમનો પ્રવાસ કર્યો છે. તેમણે દ્વારકાના ડીસીપીને આ વિશે સમગ્ર જાણકારી આપી. ત્યારબાદ તેમણે સીનિયર ઓફિસરોની ટીમ શેલ્ટર હોમમાં મોકલી અને બાળકોના નિવેદનો નોંધ્યા. સમિતિની ફરિયાદ પર દ્વારકા સેક્ટર-23 પોલિસ સ્ટેશને પોક્સો તેમજ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મહિલા આયોગે જણાવ્યુ કે દિલ્લી સરકારની સલાહ પર દિલ્લી મહિલા આયોગે બધી સરકારી અને પ્રાઈવેટ શેલ્ટર હોમની તપાસ અને તેમાં સુધારાની સલાહ માટે નિષ્ણાતની સમિતિ બનાવી છે. જે સતત શેલ્ટર હોમના પ્રવાસ કરીને ત્યાંનું નિરીક્ષણ કરી રહી છે.

આ પણ વાંચોઃ લખનઉ-કાનપુરમાં મળ્યુ આતંકી ઝાકિર મૂસાનું લોકેશન, NIAએ પાડી રેડઆ પણ વાંચોઃ લખનઉ-કાનપુરમાં મળ્યુ આતંકી ઝાકિર મૂસાનું લોકેશન, NIAએ પાડી રેડ

English summary
Girls at Delhi shelter home abused by staff, chilli powder in private parts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X