For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશના રસ્તેથી વિદેશ મોકલવામાં આવી રહી છે દાર્જિલિંગની છોકરીઓ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 જુલાઇ: એક બિન સરકારી સંગઠન મૈનકાઇન્ડ ઇન એક્શન ફૉર રૂરલ ગ્રોથે એક મોટો ખુલાસો કર્યો છે. તે એ છે કે પશ્વિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાંથી એક વર્ષની અંદર 473 છોકરીઓ ગુમ થઇ ગઇ છે. આ એનજીઓનો દાવો છે કે આ છોકરીઓ માનવ તસ્કરીનો શિકાર થઇ રહી છે. સવાલ એ ઉભો થાય છે કે ક્યાંક આ છોકરીઓને બાંગ્લાદેશના રસ્તેથી વિદેશમાં તો નથી સપ્લાઇ કરવામાં આવતીને. તેમાં શક નથી કે તેમાંથી મોટાભાગની છોકરીઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હોય.

એનજીઓએ ખુલાસો કર્યો છે કે પશ્વિમ બંગાળના દાર્જિલિંગમાં માનવ તસ્કરીની ઘટનામાં તેજીથી વધારો થઇ રહ્યો છે. એમએઆરજીના કોઓર્ડિનેટર જોન ક્ષેત્રીએ કહ્યું હતું કે 'માનવ તસ્કરી મુખ્યત્વ રાજકીય અશાંતિથી ઉપજેલી બેરોજગારી અને જિલ્લાની બોર્ડર ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશને અડીને આવી હોવાના કારણે વધી રહી છે. આ જિલ્લામાં લગભગ એક વર્ષમાં 473 છોકરીઓ ગુમ થઇ છે. શક્ય છે કે સામાજિક કલંકના ડરથી કેટલાક પરિવારોએ તેની ફરિયાદ દાખલ કરાવી નથી.

એમએઆરજી 'સપના' નામની એક ડોક્યુમેન્ટરીના માધ્યમથી માનવ તસ્કરી વિરૂદ્ધ જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે, જે ગત વર્ષે તસ્કરોથી બચાવવામાં આવેલી 14 વર્ષીય પીડિતાની જીંદગી પર આધારિત છે. દિલ્હી સ્થિત અમેરિકન સેન્ટરમાં ફિલ્મના વિશેષ પ્રદર્શન દરમિયાન ક્ષેત્રીએ કહ્યું હતું કે અમે આખા દેશમાં પ્રદર્શિત કરવા માંગીએ છીએ જેથી વહિવટી તંત્ર દ્વારા કોઇ ઉપાય કરવામાં આવે અને પીડિતોને પુર્નવાસની મદદ મળે. દાર્જિલિંગમાં બચાવવામાં આવેલા પીડિતો માટે એક પણ સંરક્ષણ ગૃહ નથી. એમએઆરજીએ 2011-12 દરમિયાન આ સંસ્થાએ 12 કિશોરીઓ સહિત 45 છોકરીઓને મુક્ત કરાવી હતી.

પશ્વિમ બંગાળ પોલીસ મૌન

પશ્વિમ બંગાળ પોલીસ મૌન

આ અંગે પશ્વિમ બંગાળ પોલીસે હજુ સુધી અધિકારીક રીતે કોઇ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ બાંગ્લાદેશ બોર્ડર પર ગત વર્ષે કેટલાક સ્થળો પર બોર્ડર પાર કરતી વખતે છોકરીઓ મળી આવી છે.

દક્ષિણમાં સપ્લાઇ

દક્ષિણમાં સપ્લાઇ

આ ઉપરાંત દક્ષિણ ભારતના બેગ્લોર, ચેન્નઇ, હૈદ્વાબાદ, તિરૂવનંતપુરમ જેવા શહેરોમાં પણ દાર્જિલિંગથી મોટી સંખ્યામાં લોકો આવીને વસ્યા છે, જે અહીં સિક્યોરિટી ગાર્ડ, હોમ મેડ વગેરેનું કામ કરે છે. દેશના કેટલાક શહેરોમાં પણ આ છોકરીઓને મોકલવાનો ખતરો પેદા થાય છે.

હરિયાણા લાવવામાં આવે છે છોકરીઓ

હરિયાણા લાવવામાં આવે છે છોકરીઓ

પોલીસ રેકોર્ડને ઉઠાવીને જોઇએ તો હરિયાણામાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ દેશના કેટલાક અન્ય રાજ્યોથી અહી છોકરીઓ લાવવામાં આવે છે અને તેમને એવા લોકોને વેચવામાં આવે છે જે પૈસા લઇને તેમના લગ્ન કરાવી દે છે.

રાજસ્થાન પણ સામેલ

રાજસ્થાન પણ સામેલ

દેશના અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવતી છોકરીઓ રાજસ્થાનમાં પણ વેચવામાં આવે છે. અહીની પોલીસથી બચવા માટે છોકરીઓના નામના લગ્ન કરાવવામાં આવે છે પછી દાસી બનાવીને ઘરમાં રાખી લે છે.

મુંબઇ સૌથી મોટું હબ

મુંબઇ સૌથી મોટું હબ

દેશના અલગ-અલગ ખૂણામાંથી અપહરણ કરવામાં આવતી છોકરીઓને મુંબઇ લાવવી સામાન્ય વાત છે. હકિકતમાં મુંબઇ દેશનું સૌથી મોટું સેક્સ હબ છે. અહી 1 લાખથી વધુ છોકરીઓ આ વેપારમાં ફસાયેલી છે. ખાસ વાત એ છે કે 50 ટકાથી વધુ વેશ્યાઓ એચઆઇવીથી પીડાય છે. દેશમાં દેહ વ્યાપારના મામલે કલકત્તા બીજા નંબરે છે.

English summary
human trafficking, , , , , , , ,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X