For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Global Hunger Index: ભારત સરકારે ફગાવ્યો રિપોર્ટ, કહ્યુ - દેશની છબી ખરાબ કરનારી સૂચિ

Global Hunger Index 2022ની યાદી બહાર પાડવામાં આવી છે. યાદી મુજબ ભારતમાં સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે. અહીં જાણો આ રિપોર્ટ પર ભારત સરકારે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

Global Hunger Index 2022ની યાદી બહાર પાડવામાં આવી છે. યાદી મુજબ ભારતમાં સ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે. માહિતી અનુસાર ભારત યાદીમાં 6 પોઈન્ટ નીચે ગયુ છે. 121 દેશોની યાદીમાં ભારત 107માં સ્થાને પહોંચી ગયુ છે. ભારત 107માં સ્થાને આવવાથી પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ આગળ વધી ગયા છે. એટલે કે ભારત હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળમાંથી પણ નીચે આવી ગયુ છે. આ યાદી પછી વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે.

hunger

આંકડાઓ મુજબ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ ભારત કરતા સારી છે. આ યાદીમાં અફઘાનિસ્તાન 109માં સ્થાને છે. તમને જણાવી દઈએ કે 2021ની રેન્કિંગમાં ભારત 101માં સ્થાને હતુ. આ ઈન્ડેક્સમાં શ્રીલંકાની સ્થિતિ ઘણી સારી છે. શ્રીલંકા 64માં, મ્યાનમાર 71માં, બાંગ્લાદેશ 84માં, નેપાળ 81માં, બાંગ્લાદેશ 84માં અને પાકિસ્તાન 99માં ક્રમે છે. જોકે, ભારતે આ તાજેતરના અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યુ કે આ યાદી દેશની છબીને ખરડાવનારી છે. ભારતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે.

ભારત સરકારને બદનામ કરવાની કોશિશ

ભારતે જણાવ્યુ હતુ કે ઇન્ડેક્સની ગણતરી કરવા માટે વપરાતા ચાર પરિમાણોમાંથી ત્રણ બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત છે અને તે સમગ્ર વસ્તીનુ પ્રતિનિધિત્વ કરી શકતા નથી. ઇન્ડેક્સ ગંભીર કાર્યપ્રણાલી મુદ્દાઓથી ગ્રસ્ત છે. આ અહેવાલ માત્ર જમીની વાસ્તવિકતાથી અલગ જ નથી પરંતુ વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પણ જાણી જોઈને અવગણવામાં આવ્યો છે.

ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ

કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યુ કે મોદી સરકારના 8 વર્ષમાં ભારતની સ્થિતિ 2014થી ખરાબ થઈ ગઈ છે. કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યુ કે ભાજપ સરકાર આ આંકડાઓને નકારી કાઢશે અને અભ્યાસ કરી રહેલી સંસ્થા પર દરોડા પાડશે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે ભાજપ ભારતને 5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના ભાષણો આપે છે પરંતુ બે ટાઈમનુ ભોજન આપવામાં આપણા કરતા 106 દેશો સારા છે.

English summary
Global Hunger Index: Government of India rejected report said this list tarnishes image of country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X