'ભ્રષ્ટાચારના ફેવિકોલથી ચીપકેલા છે નીતિશ અને કોંગ્રેસ'
નવી દિલ્હી, 20 જૂનઃ ભાજપ સાથે સંબંધો તોડીને નીતિશે વિધાનસભામાં પોતાનો વિશ્વાસ મત સહેલાયથી હાંસલ કરી લીધો. 122 ધારાસભ્યો સાથે નીતિશને કોંગ્રેસના 4 ધારાસભ્યો અને 4 અપક્ષોનો સાથ મળ્યો અને તેઓ 126ના આંકે પહોંચી ગયા. ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ તરફ આગળ વધી રહેલા નીતિશના પગલાથી જેડીયુના જૂના સાથી રહેલું ભાજપ આકરાપાણીએ છે.
ભાજપે કોંગ્રેસ અને જેડીયુ વચ્ચેની નીકટતાને ભ્રષ્ટાચાર સાથે જોડી દીધું છે. કોંગ્રેસના સમર્થનથી બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત હાંસલ કરતા જ ભાજપે પ્રહારો કર્યા છે. ભાજપે નીતિશ પર પોતાનો અસલી રંગ દર્શાવવાનો આરોપ મુક્યો છે.













Click it and Unblock the Notifications
