ભગવાન ઈચ્તા હતા, એટલા માટે પીએમ મોદી દેશની આગેવાની કરી રહ્યા છે: શિવસેના
પીએમ મોદી આજે બીજી વાર પ્રધાનમંત્રી પદ માટે શપથ લેવા જઈ રહ્યા છે. આ સમારોહમાં શામિલ થવા માટે બિમ્સટેક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
પીએમ મોદી આજે બીજી વાર પ્રધાનમંત્રી પદ માટે શપથ લેવા જઈ રહ્યા છે. આ સમારોહમાં શામિલ થવા માટે બિમ્સટેક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે. શપથગ્રહણ પહેલા શિવસેનાએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે 'ઈશ્વરની ઈચ્છાથી' તેઓ ફરી દેશની આગેવાની કરવા જઈ રહ્યા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું કે, નરેન્દ્ર મોદી ઈશ્વર ની યોજના અનુસાર ફરી એકવાર દેશની આગેવાની કરવા જઈ રહ્યા છે. કાલ સુધી તેઓ ચોકીદાર અને પ્રધાનસેવક હતા, પરંતુ હવે તેઓ દેશના ગાર્ડીયનની ભૂમિકામાં છે. તેમનું શપથગ્રહણ દેશને મજબૂત બનાવવા માટે ઈશ્વરની ભૂમિકાથી થઇ રહ્યું છે.
આ પણ વાંચો: આ 7 ખાસ વાતોના કારણે 2014થી અલગ છે મોદીનો શપથ ગ્રહણ સમારંભ

રામ રાજ્યની સ્થાપના માટે કરોડો જનતાએ મોદીને વોટ આપ્યો
શિવસેનાએ બુધવારે પોતાના મુખપત્ર સામનામાં રામ મંદિર નિર્માણની વાત જણાવતા કહ્યું કે શ્રીરામનું કામ થશે જ, તેવું વચન આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઘ્વારા આપવામાં આવ્યું છે. દેશની સત્તામાં શ્રીરામના વિચારોવાળી સરકાર આવી છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં રામ રાજ્યની સ્થાપના માટે કરોડો જનતાએ મોદીને વોટ આપ્યો છે.

શપથગ્રહણની તુલના ભગવાન શ્રીરામના રાજ્યાભિષેક સાથે કરી
શિવસેનાએ કહ્યું કે રામ મંદિરના નિર્માણ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે. તેમની શહાદત વ્યર્થ નહીં જવા દઈએ, એવી વિચારધારાની સરકાર આવી છે. શિવસેનાએ પીએમ મોદીના વખાણ કરતા તેમની શપથગ્રહણની તુલના ભગવાન શ્રીરામના રાજ્યાભિષેક સાથે કરી છે.

Time મેગેઝીનનો પણ યુ-ટર્ન
પીએમ મોદીના વખાણ કરતા શિવસેનાએ લખ્યું કે આજે દેશ સામે ઘણા મુદ્દાઓ છે પરંતુ પીએમ મોદી તેને પાર પાડવામાં સક્ષમ છે. તેમને ટાઈમ મેગેઝીનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચૂંટણી પછી તેમને પણ પોતાનું મંતવ્ય બદલ્યું છે. શિવસેનાએ લખ્યું કે પીએમ મોદીને ડિવાઈડર ઈન ચીફ કહેનાર ટાઈમ મેગેઝીને પણ યુ-ટર્ન લઇ લીધો છે.












Click it and Unblock the Notifications
