ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કરાયો, કેમ કરાઈ કાર્યવાહી?
છેલ્લા કેટલાક સમયથી ઘણી હત્યાઓને અંજામ આપનારા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કરાયો છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાનો તેના પર આરોપ છે.
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર સામે મોટી કાર્યવાહી કરતા ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં તેની સામે કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે, ભારતમાં હત્યાઓ કરવા માટે સરહદ પારના ડ્રોન દ્વારા શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીમાં કથિત સંડોવણીના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચના જારી કરી અને જણાવ્યુ કે, ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે પણ સંકળાયેલો છે.
તે અને તેના સહયોગીઓ પંજાબમાં તોડફોડ, આતંકવાદી મોડ્યુલ સ્થાપવા, ટાર્ગેટ કિલિંગ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
