ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર, આજે સાંજે અહીં વરસાદ થશે
ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર, આજે સાંજે અહીં વરસાદ થશે
નવી દિલ્હીઃ માત્ર બે દિવસના વરસાદ બાદ દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ગરમી પકડી છે. ગુજરાતના તો અમુક ભાગોમાં વરસાદે હજુ દેખા પણ નથી દીધા. હવામાન વિભાગે અગાઉ કહ્યુ્ં હતું કે દિલ્હીમાં આજે દિવસભર ગરમી રહેશે. જો કે સોમ-મંગળવારે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. જો કે હવે ફરી હવામાન વિભાગ નવી માહિતી લઈને આવ્યું છે. દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર છે.

આજે સાંજ વરસાદ થઈ શકે
હવામાન વિભાગનું કહેવું છે કે શનિારે દિલ્હી-એનસીઆરના લોકોને ગરમથી રાહત મળી શકે છે. દિલ્હી- એનસીઆરમાં સાંજે વરસાદની સંભાવના છે. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થસે. અગાઉ હવામાન વિભાગે જણાવ્યું હતું કે 20 જુલાઈથી દિલ્હી-એનસીઆરમાં ફરીથી પહેલા જેી ગરમી જોવા મળશે અને આ સ્થિતિ 22 જુલાઈ સુધી ચાલુ રહેશે. જે બાદ 23 જુલાઈથી દિલ્હી-એનસીઆરમાં ફરી મૉનસૂન દસ્તક આપશે. જો કે 23 જુલાઈએ થનાર વરસાદ હળવો થશે, પરંતુ 24 અને 25 જુલાઈએ વરસાદમાં તેજી આવશે. હવામાન વિભાગ મુજબ આ તરણ દિવસમાં થનાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે.

બે દિવસના વરસાદથી રાહત મળી
જણાવી દઈએ કે લાંબા ઈંતેજાર બાદ ગત સોમવારે દિલ્હી-એનસીઆરમાં હળવાથી જોરદાર વરસાદ થયો. જે બાદ મંગળવારે પણ વરસાદ ચાલુ રહ્યો તો તાપમાનમાં મહદઅંશે ઘટાડો આવ્યો. બુધવારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો. આ બે દિવસના વરસાદ બાદ વાતાવરણ ઠંડકભર્યું થઈ ગયું છે અને લોકોને ધૂળ અને પ્રદૂષણથી રાહત મળી છે.

બિહારમાં વરસાદથી તબાહી
બીજી તરફ દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનો કહેર છવાયો છે. ઉત્તરાખંડના પણ કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ અને ઓલાવૃષ્ટિથી કેટલાય લોકોના જીવ ચાલ્યા ગયા છે. વરસાદને પગલે ઉત્તર પ્રદેશના જે જિલ્લામાં જાનમાલને સૌથી વધુ નુકસાન થયું છે, તેમાં ઉન્નાવ, અંબેડકરનગર, પ્રયાગરાજ, બારાબંકી, હરદોઈ, ખીરી, ગોરખપુર, કાનપુર, પીલીભીત, સોનભદ્ર, ચંદૌલી, ફિરોઝાબાદ, મઉ અને સુલ્તાનપુર છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
