For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પદ્મ ભૂષણથી સમ્માનિત, કહ્યુ - ભારત મારો હિસ્સો છે, હું જ્યાં પણ જઉ...

અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ સાન ફ્રાંસિસ્કોમાં ગૂગલ અને અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મભૂષણથી સમ્માનિત કર્યા.

|
Google Oneindia Gujarati News

Padma Bhushan Sundar Pichai: અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ સાન ફ્રાંસિસ્કોમાં ગૂગલ અને અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સમ્માનિત કર્યા. આ દરમિયાન સુંદર પિચાઈએ કહ્યુ, 'ભારત મારો એક હિસ્સો છે અને હું જ્યાં પણ જઉ છુ, તેને પોતાની સાથે લઈ જઉ છુ.' સંધૂએ ટ્વિટર પર કહ્યુ કે ગૂગલ અને અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને સાન ફ્રાંસિસ્કોમાં પદ્મ ભૂષણ આપીને ખુશી થઈ રહી છે.

ભારતીય રાજદૂતે કહ્યુ - મને સુંદર પિચાઈને પદ્મ ભૂષણ આપીને ખુશી થઈ

ભારતીય રાજદૂતે કહ્યુ - મને સુંદર પિચાઈને પદ્મ ભૂષણ આપીને ખુશી થઈ

આ પ્રસંગે અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ કહ્યુ કે તેઓ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ એનાયત કરીને ખૂબ ખુશ છે. મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની તેમની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસ આર્થિક અને તકનીકી સંબંધોને મજબૂત બનાવે છે. સુંદર પિચાઈએ કહ્યુ, 'મને પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા માટે હોસ્ટ કરવા બદલ હું એમ્બેસેડર સંધુ અને કોન્સ્યુલ જનરલ પ્રસાદનો આભાર માનુ છુ.'

'ભારતે મને આકાર આપ્યો છે..'

'ભારતે મને આકાર આપ્યો છે..'

સુંદર પિચાઈએ પદ્મ ભૂષણ પ્રાપ્ત કર્યા પછી તેમના બ્લોગમાં લખ્યુ, 'હું આ અપાર સન્માન માટે ભારત સરકાર અને ભારતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનુ છુ. મને આકાર આપનાર દેશ ભારત દ્વારા આ રીતે સન્માનિત થવુ, મારા જીવનને અવિશ્વસનીય રીતે અર્થપૂર્ણ બનાવે છે. હું નસીબદાર હતો કે હું એવા પરિવારમાં માતા-પિતા સાથે ઉછર્યો જેમણે મને જ્ઞાનનો ખજાનો શીખવ્યો હતો. જેમણે મને મારી રુચિઓ શોધવાની યોગ્ય તકો મળે તેની ખાતરી કરવા માટે ઘણુ બલિદાન આપ્યુ.

'મારુ ભારત પાછા આવવુ આશ્ચર્યજનક રહ્યુ છે..'

'મારુ ભારત પાછા આવવુ આશ્ચર્યજનક રહ્યુ છે..'

સુંદર પિચાઈએ કહ્યુ, 'આપણા આંગણે આવતી દરેક નવી ટેકનોલૉજીએ આપણુ જીવન વધુ સારુ બનાવ્યુ છે અને આ અનુભવે મને ગૂગલનો રસ્તો બતાવ્યો અને વિશ્વભરના લોકોના જીવનમાં સુધારો કરતી ટેક્નોલૉજી બનાવવામાં મદદ કરવાની તક મળી. ટેક્નોલૉજીકલ પરિવર્તનની ઝડપી ગતિને જોવા માટે વર્ષોથી ઘણી વખત ભારત આવવુ મારા માટે આશ્ચર્યજનક રહ્યુ છે.

English summary
Google CEO Sundar Pichai receives Padma Bhushan in san francisco, says India is a part of me.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X