ગૂગલ પર સર્ચ નહી કરો શકો બાળકોના અશ્લીલ ફોટા
નવી દિલ્હી, 18 નવેમ્બર: ઇન્ટરનેટ પર બાળકો સાથે સંકળાયેલા ગુનાને જોતાં મુખ્ય સર્ચ એન્જિન ગૂગલ અને માઇક્રોસોફ્ટે તેને રોકવા માટે મહત્વની પહેલ કરી છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટે ઇન્ટરનેટ પર બાળકોના અશ્લીલ ફોટાની શોધને વધુ કઠણ બનાવવાના ઉપાય કરવા પર એકમત થઇ ગઇ છે. બંને કંપનીઓએ સહમતિ વ્યક્ત કરતાં કહ્યું છે કે જલદી જ બાળકો સાથે જોડાયેલા અશ્લીલ ફોટા સર્ચ કરવા મુશ્કેલ બનશે.
આ નિર્ણય બાદ ઇન્ટરનેટ પર અશ્લીલ ફોટા સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવતાં એક લાખથી વધુ શબ્દો પર હવે કોઇ રિજલ્ટ નહી જોવા મળે. આટલું જ નહી ગૂગલ અને માઇક્રોસોફ્ટ બાળકોના અશ્લીલ ફોટાને ગેરકાયદેસર ગણાવનાર એક સંદેશ પણ બતાવશે. બ્રિટેનના વડાપ્રધાન મંત્રી ડેવિડ કેમરૂને બંને કંપનીઓની આ પહેલનું સ્વાગત કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં જુલાઇમાં કેમરને ગૂગલ અને માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગને આ સંબંધિત સર્ચને અને વધુ કઠણ બનાવવાનો આદેશ કર્યો હતો. કેમરૂને કહ્યું હતું કે આ કંપનીઓએ એવી વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે, જેથી ગેરકાયદેસર ફોટા સર્ચ કરવાથી કોઇ પરિણામ જોવા ન મળે. ત્યારબાદ ગૂગલે આના પર પહેલ કરતાં એવા 1 લાખ શબ્દો દૂર કરવાનો નિર્ણય કર્યો છે જેના પર હ્વે 'નો રિજલ્ટ' જોવા મળશે. તો બીજી તરફ માઇક્રોસોફ્ટે પણ કહ્યું છે કે હવે બિંગ પર પણ આવા શબ્દો શોધવા પર કોઇ પરિણામ નહી મળે. બંને કંપનીઓએ કહ્યું હતું કે તે બાળકોના શોષણ સંબંધિત સામગ્રી સહન નહી કરે. એટલા માટે હવે આ સામગ્રીઓને સર્ચ કરવી વધુ મુશ્કેલ બનશે.












Click it and Unblock the Notifications
