For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનુમાન જયંતિને લઈને સરકારે જાહેર કરી એડવાઈઝરી, આ 16 શરતોનું કરવું પડશે પાલન

રામ નવમીના અવસરે ખરગોનમાં હિંસા બાદ મધ્યપ્રદેશની પોલીસ એલર્ટ પર છે. 16 એપ્રિલના રોજ હનુમાન જયંતિના અવસર પર કોઈપણ પ્રકારની હિંસાથી બચવા માટે ભોપાલ પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

રામ નવમીના અવસરે ખરગોનમાં હિંસા બાદ મધ્યપ્રદેશની પોલીસ એલર્ટ પર છે. 16 એપ્રિલના રોજ હનુમાન જયંતિના અવસર પર કોઈપણ પ્રકારની હિંસાથી બચવા માટે ભોપાલ પોલીસે એડવાઈઝરી જાહેર કરી છે અને 16 શરતો સાથે શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. ભોપાલમાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવા માટે તમામ સંસ્થાઓએ આ 16 શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.

શોભાયાત્રામાં શામેલ શ્રદ્ધાળુઓ શસ્ત્રો સાથે રાખી શકશે નહીં

શોભાયાત્રામાં શામેલ શ્રદ્ધાળુઓ શસ્ત્રો સાથે રાખી શકશે નહીં

હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રામાં વગાડવામાં આવતા ગીતોની યાદી પહેલા પોલીસને આપવાની રહેશે. આ ઉપરાંત શોભાયાત્રામાં કોઈપણ પ્રકારના વાંધાજનકનારા લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શોભાયાત્રામાં શામેલ શ્રદ્ધાળુઓ શસ્ત્રો સાથે રાખી શકશે નહીં. શોભાયાત્રા દરમિયાન કોઈપણ ખલેલ માટે આયોજકોજવાબદાર રહેશે.

આ સાથે ઉશ્કેરણીજનક અને વાંધાજનક સૂત્રો, બેનરો, પોસ્ટરોનો ઉપયોગ અન્ય કોઈ ધર્મ અને સંપ્રદાયના લોકોને ઠેસ પહોંચાડવા માટે કરવામાંઆવશે નહીં.

ખરગોનમાં હિંસા બાદ પોલીસ એલર્ટ

ખરગોનમાં હિંસા બાદ પોલીસ એલર્ટ

મધ્ય પ્રદેશના ખરગોનમાં રામનવમીના દિવસે હિંસા બાદ MP પોલીસ આગામી તહેવારોને લઈને એલર્ટ પર છે. ટોચના અધિકારીઓએ બુધવારના રોજ મોડી રાત્રેખરગોનમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત રતલામમાં પણ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.

હુલ્લડો ફેલાવનારાઓને મામા છોડશે નહીં : CM શિવરાજ

હુલ્લડો ફેલાવનારાઓને મામા છોડશે નહીં : CM શિવરાજ

ખરગોનમાં સાંપ્રદાયિક હિંસા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચેતવણી આપી છે કે, જે કોઈ વિક્ષેપ ઉભો કરશે તેને છોડવામાં આવશે નહીં.

તેમણેવધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજ્યમાં રમખાણો ભડકાવવાનું કાવતરું કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ભાઈઓ અને બહેનો, હું તમને શાંતિ અને સૌહાર્દ બનાવવાનીઅપીલ કરું છું. તમારી સલામતી અને સન્માનની કોઈએ ચિંતા ન કરવી જોઈએ, પરંતુ જો કોઈ હુલ્લડ ફેલાવશે તો મામા છોડશે નહીં. તોફાનીઓ સામે કડક કાર્યવાહીચાલુ રહેશે.

English summary
government has announced advisory On Hanuman Jayanti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X