સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ભેંટ સ્વરૂપે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આજે શુક્રવારે લીધેલા નિર્ણય પ્રમાણે સરકારી કર્મચારીઓનું ડીએ 8 ટકા વધાર્યું છે.
આ જાહેરાતથી કેન્દ્ર સરકારના અંદાજે 80 લાખ કર્મચારીઓને લાભ થશે. આ નિર્ણયનો અમલ પહેલી જુલાઈથી કરવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ડીએ 10 ટકા સુધી લઈ જવાની વિચારણા પણ ચાલી રહી છે. જો આવું થશે, તો કેન્દ્રના લાખો કર્મચારીઓ માટે આ દિવાળીની સૌથી સારી ભેંટ બની રહેશે.
જોકે નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી અને ડિસેમ્બરના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે યુપીએ સરકાર પોતાના મતદારોને રિઝવવા માંગે છે. જેના પ્રયાસો રૂપે એક પછી એક સકારાત્મક નિર્ણયો આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
