For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનથી મૃત્યુ કે કોઈ નુકશાન થાય તો વળતર આપવા માટે અમે બંધાયેલા નથીઃ કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે કોરોના વેક્સીનના કારણે મૃત્યુ થાય તો સરકાર તેના માટે વળતર આપવા બંધાયેલી નથી.

|
Google Oneindia Gujarati News

Supreme Court On Corona Vaccine: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે કોરોના વેક્સીનના કારણે મૃત્યુ થાય તો સરકાર તેના માટે વળતર આપવા બંધાયેલી નથી. કોરોના વેક્સીનથી થયેલા નુકશાન માટે સરકારને જવાબદાર ન ગણી શકાય. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પર કરેલ પોતાની એફિડેવિટમાં સ્પષ્ટપણ કહી દીધુ કે આ મામલે વળતર આપવાની જવાબદારી સરકાર પર ના નાખી શકાય. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ એ અરજી પર સુનાવણી કરી રહ્યુ છે જેમાં કોવિડ વેક્સીનથી બે છોકરીઓના મોત થયાનો દાવો કરીને સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી છે. કેન્દ્રએ આ અરજીનો સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે.

'સંપૂર્ણ માહિતી લોકોને આપવામાં આવી હતી'

'સંપૂર્ણ માહિતી લોકોને આપવામાં આવી હતી'

સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે સરકારે લોકોને સુરક્ષિત અને અસરકારક રસી આપવાનો પ્રયાસ કર્યો છે. રસી સંબંધિત તમામ માહિતી લોકોની સામે રાખવામાં આવી હતી. સરકારની સાથે સાથે, રસી બનાવતી કંપનીઓ તેમજ આરોગ્ય મંત્રાલય દ્વારા પણ રસી વિશેની સંપૂર્ણ માહિતી સામાન્ય લોકોને આપવામાં આવી હતી. જો કોઈને રસી વિશે વધુ માહિતીની જરૂર હોય તો તે રસી કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ અથવા ડૉક્ટર પાસેથી મેળવી શકે છે. એકવાર રસી મેળવવા માટે લાયક વ્યક્તિ પાસે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થઈ જાય ત્યારપછી જ તે રસી લેવાનુ નક્કી કરે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાસે રસી વિશે સંપૂર્ણ માહિતી નથી તેવુ કહેવુ ખોટુ છે.

'સિવિલ કોર્ટનો સંપર્ક કરી શકે છે'

'સિવિલ કોર્ટનો સંપર્ક કરી શકે છે'

કેન્દ્ર સરકાર દ્વારા એવુ કહેવામાં આવ્યુ છે કે જો રસી લેનાર વ્યક્તિને કોઈ નુકસાન થાય અથવા રસીને કારણે તેનુ મૃત્યુ થાય તો પીડિત પરિવાર પાસે કાયદા હેઠળ વિકલ્પો છે. તે સિવિલ કોર્ટનો સંપર્ક કરી શકે છે અને તેના નુકસાનનો દાવો કરી શકે છે. આવા કેસને યોગ્ય ફોરમ પર ઉઠાવી શકાય છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યુ છે કે 19 નવેમ્બર 2022 સુધી દેશમાં લોકોને કોરોના રસીના 219.86 ડોઝ આપવામાં આવ્યા છે.

રસીકરણની આડઅસરો

રસીકરણની આડઅસરો

AEFI એટલે કે રસીકરણ પછીની પ્રતિકૂળ અસરો એટલે કે રસીકરણની આડઅસરોના અત્યાર સુધી દેશમાં કુલ 0.0042 ટકા એટલે કે 92114 કેસ નોંધાયા છે. જેમાંથી 89332 એટલે કે 0.0041 ટકા માઇનોર અને 2782 ટકા ગંભીર છે. નોંધનીય છે કે દેશમાં કોરોના રોગચાળા બાદ તેની રસી તૈયાર કરવાનુ કામ મોટા પાયે શરૂ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ રસી તૈયાર કરવામાં આવી હતી. રસી તૈયાર થયા બાદ સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ રસી જરૂરથી લે.

English summary
Government is not bound to give compensation for death or injury due to Covid vaccine says Centre in Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X