અણ્ણાને જેટલીનો પત્રઃ લોકપાલ અંગે સરકાર ગંભીર નથી
નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ લોકપાલ બિલ લાવવા માટે અનશન પર બેસેલા અણ્ણા હઝારેનું સમર્થન કર્યું છે. તેમણે અણ્ણાને લખેલા પત્રમાં કહ્યું કે 27 ડિસેમ્બર 2011માં લોકસભામાં પોતાના બહુમતના જોરે સરકારે જે લોકપાલ બિલ રજૂ કર્યુ, તે ભ્રષ્ટાચાર નિરોધક બિલ નથી, પરંતુ સરકારના નિયંત્રણમાં રહેતી એક સંસ્થાનો મુસદ્દો છે. જેટલીએ કહ્યું કે, જે બિલ લોકસભામાં પારિત થયુ તે ના તો જનલોકપાલ છે અને ના તો અમારી આશાઓ પર ખરુ ઉતરે છે.

આ બાબત ધ્યાન આપવા યોગ્ય છે કે, અણ્ણા હજારે એક મજબૂત લોકપાલ બિલ લાવવા માટે પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અનિશ્ચિતકાળ અનશન પર બેઠાં છે, જેમાં સામેલ થવા માટે દેશભરમાંથી હસ્તીઓ આવી રહી છે. આજે જ સમાજસેવિકા મેધા પાટકર પણ રાલેગણ પહોંચ્યા. તેમણે અનશનમાં અરવિંદ કેજરીવાલની અનુપસ્થિતિ પર કહ્યું કે અણ્ણાને અનશન માટે કોઇની જરૂર નથી.
નોંધનીય છે કે, ગત કાલે કેજરીવાલે દિલ્હીમાં પોતાની પાર્ટીની સફળતામાં જંતર-મંતર પર આયોજિત એક સમારોહમાં અનશનમાં સામેલ થવાનું કહ્યું હતું, પરંતુ સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે તેઓ આજે રાલેગણ પહોંચી શક્યા નથી.












Click it and Unblock the Notifications
