For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને ફાઇટર પ્લેન રાફેલ મળવામાં થઇ શકે છે મોડું!

|
Google Oneindia Gujarati News

rafel jet
નવી દિલ્હી, 5 એપ્રિલ: ભારતના ડેસોલ્ટ એવિએશનની સાથે 126 લડાકુ જેટની ખરીદીના સોદામાં મોડું થઇ શકે છે. રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડની ભૂમિકાને લઇને બંને પક્ષોની વચ્ચે સહમતિ નહી બનવાના કારણે આ મોડું થઇ રહ્યું છે.

ભારતે જાન્યુઆરી 2012માં મોટા પાયે થયેલી હરાજી દરમિયાન ડેસોલ્ટના બનાવેલ રાફેલ જેટને ખરીદવા માટે પસંદ કર્યા હતા. 15 અરબ ડોલરની આ ડીલ દુનિયાના સૌથી મોટા રક્ષા સોદામાંથી એક છે. આ સોદામાં બે શરત મૂકવામાં આવી હતી- પ્રથમ, ડેસોલ્ટ વાયુસેનાને સીધી રીતે 18 લડાકૂ વિમાન પૂરા પાડશે અને બીજી શરતમાં ત્યારબાદ બાકી 108 વિમાનોનું ઉત્પાદન એચએએલના બેંગલોર સ્થિત પ્લાન્ટમાં થશે.

ડેસોલ્ટ 18 રેડીમેડ જેટની આપૂર્તિ પોતાની રીતે કરવા અને 108 જેટ એચએએલથી કરાવવા માટે અલગ-અલગ કરાર સાઇન કરાવવા માંગે છે. આ અંગે ડેસોલ્ટે રક્ષા મંત્રાલય પાસે ભારતમાં ઉત્પાદીત થનારા વિમાનોમાં એએએલની ભૂમિકા અંગેની જાણકારી માંગી છે. નામ જાહેર નહી કરવાની શરતે પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે રક્ષા મંત્રાલય આ અંગે તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડેસોલ્ટનું કહેવું છે કે એચએએલની ક્ષમતા એટલી નથી કે તે એરક્રાફ્ટ બનાવી શકે. અધિકારીએ જણાવ્યું કે એચએએલ અમારુ મુખ્ય પબ્લિક સેક્ટર પાર્ટનર છે અને જરૂરિયાત પ્રમાણે તેની ક્ષમતામાં વધારો કરી શકાય છે. માટે ભારત સરકાર એ બે શરતો માનવા રાજી નથી. જોકે અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે વિવાદના કારણે સોદામાં મોડું થઇ રહ્યું છે પરંતુ તે તૂટશે નહીં.

English summary
Government's $15 billion Rafale deal faces delays: sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X