For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 મે બાદ પણ લૉકડાઉન લંબાવવાનો વિચાર કરી રહી છે સરકાર

3 મે બાદ પણ લૉકડાઉન લંબાવવાનો વિચાર કરી રહી છે સરકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ જેવી રીતે સંક્રમણના મામલા અટકવાનું નામ નળી લઈ રહ્યા તેણે સરકારની મુશ્કેલી વધારી દીધી છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 3 મે બાદ પણ સરકાર અલગ અલગ ભાગોમાં ચરણબદ્ધ રીતે લૉકડાઉન હટાવી શકે છે, પરંતુ લૉકડાઉનને આગળ વધારવામાં આવે તે વાત પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ મહામારીથી સંક્રમણના મામલા બેગણા થવાની અવધી ઘટી ગઈ છે. લૉકડાઉનના કારણે સંક્રમણના મામલા 3.4 દિવસને બદલે 7.5 દિવસમાં થઈ રહ્યા છે. સરકારને ઉમ્મીદ છે કે જો તેઓ લૉકડાઉનને હજુ થોડા દિવસ માટે આગળ વધારે છે તો સંક્રમણને રોકવામાં સફળતા મળશે.

એકવાર ફરી લૉકડાઉન વધારવામાં આવી શકે છે

એકવાર ફરી લૉકડાઉન વધારવામાં આવી શકે છે

સૂત્રો મુજબ ખરાબ સમયે સંક્રમણના મામલા 3.4 દિવસમાં બેગણા થઈ રહ્યા છે. અમે ઉમ્મીદ કરી રહ્યા છીએ કે તે મે મહિનાના શરૂઆતના 12 દિવસ સુધી પહોંચી શકે છે. અમે ધીરે ધીરે લૉકડાઉનમાં રાહત આપવાની કોશિશ કરશું, પરંતુ લૉકડાઉનને એકદમથી નહિ હટાવી લઈએ તે નિશ્ચિત છે. મેના અંત સુધી કે જૂનના શરૂઆત સુધી સંક્રમણના મામલામાં ફરીથી તેજી આવી શકે છે. પરંતુ હવે લોકોમાં જબરદસ્ત જાગરુકતા છે અને લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યા છે, અમે ઉમ્મીદ કરીએ છીએ કે સંક્રમણ બેગણા થવાનો દર 5 દિવસથી નીચે જઈ શકે છે.

જૂનમાં સ્થિતિ સારી થી શકે છે

જૂનમાં સ્થિતિ સારી થી શકે છે

સરકારનું માનવું છે કે આગામી સમયમાં પીપીઈ હોસ્પિટલમાં બેડ અને વેંટિલેટરની સ્થિતિ સારી રહેશે, જે હિસાબે આપણે માર્ચની સરખામણીએ જૂનમાં ક્યાંય સારી સ્થિતિમાં હશું. જો કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે 3 મે બાદ લૉકડાઉન કેવી રીતે હટાવવામાં આશે, સ્વાસ્થ્ય મંત્રાલય જિલ્લાને રેડ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચી રહ્યું છે અને આના પર નજીકથી નજર રાખી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ પ્રીતિ સૂડાને પાછલા અઠવાડિયે રાજ્યોને જે પત્ર લખ્યો હતો તેમાં તેમણે કહ્યું હતું કે સામાન્ય ચીજોની મંજૂરી ત્યારે જ આપવામમાં આવી શકે છે જ્યારે 28 મે સુધી કોઈપણ મામલા સામે આવ્યા ના હોય.

આખા દેશના હાલ શું છે

આખા દેશના હાલ શું છે

રેડ ઝોનનો મતલબ છે કે જ્યાં દેશના 80 ટકા મામલા છે અથવા રાજ્યના 80 ટકા મામલા છે અને જ્યાં સંક્રમણ બમણી થવાનો દર 4 દિવસથી ઓછો છે. હાલના સમયમાં 321 જિલ્લા એવા છે જ્યાં સંક્રમણના એકપણ મામલા નથી. 77 જિલ્લામાં પાછલા 7 દિવસમાં એકપણ મામલા સામે આવ્યા નથી, 62 જિલ્લામાં 14 દિવસમાં એકપણ મામલા સામે આવ્યા નથી, 17 જિલ્લામાં 21 દિવસ એકપણ મામલા સામે આવ્યા નથી, 3 જિલ્લામાં પાછલા 28 દિવસમાં એકપણ મામલો સામે આવ્યો નથી.

જો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીતજો આ ઈલાજ સફળ રહ્યો તો કોરોના પર થશે ભારતની સૌથી મોટી જીત

English summary
Government set to plan second wave of lockdown in may end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X