546 પોર્ન સાઇટ પર સરકાર લગાવશે પ્રતિબંધ
નવી દિલ્હી, 22 એપ્રિલ: દિલ્હીમાં 5 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મની ઘટના બાદ સરકાર એકવાર ફરી એક્શનના મૂડમાં આવી છે. ગુડીયાની સાથે દુષ્કર્મ આચર્યા પહેલા મુખ્ય આરોપી મનોજે અશ્લીલ સાઇટ્સ પર ઘણી ક્લિપિંગ્સ જોઇ હતી. મનોજના આ ખુલાસા બાદ સમાજના દરેક વર્ગમાંથી આવી અશ્લીલ વેબસાઇટ્સ પર પ્રતિબંધ લાદવાની માંગ ઉઠી છે.
લોકોનું કહેવું છે કે સરકાર ટૂંક સમયમાં આવી વેબસાઇટ્સની એક્સેસ પર પ્રતિબંધ લગાવે અથવા તેમનું મોનિટરિંગ કરે. સરકારે પણ માન્યું કે આ દિવસોમાં પોર્ન સાઇટ્સનું ચલણ વધી ગયું છે. આવામાં સમાજમાં વધી રહેલી વિકૃતિને જોતા સરકારે દેશની ઘણીબધી સાઇટ્સ પર તરાપ મારવાની તૈયારી કરી રહી છે.

જ્યારે સેન્ટર ફોર સોશિયલ સર્વિસની પ્રમુખ રંજના કુમારીની માનીએ તો સમાજમાં વિકૃત માનસિકતા ફેલાવવામાં અશ્લીલ વેબસાઇટ્સનો જ સૌથી મોટો હાથ છે. મોઇબાઇલમાં અશ્લીલ સામગ્રીના કારણે પણ બાળકો બાળકો બગડવા લાગ્યા છે. વિભિન્ન મહિલા સંગઠન ઘણા વર્ષોથી આવી વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે પરંતુ સરકારની આના પર આંખ આડા કાન કરવું સમજની બહાર છે. મનોવૈજ્ઞાનિકોએ પણ માન્યુ કે પોર્ન સાઇટ લોકોની વિચાર અને સમજવાની શક્તિ પર પ્રભાવ પાડે છે.












Click it and Unblock the Notifications
