સરકાર બીપીએલ કુટુંબો માટે કઠોળ પર સબસિડી વધારશે

આ અંગેની જાહેરાત કરતા ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બીપીએલ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલીના માધ્યમથી આયાત કરવામાં આવેલી દાળ યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયાત માટે નિર્ધારિત એજન્સીઓ આયાત કરવામાં આવેલી દાળો પૂરી પાડવા માટે સીધા રાજ્યો અને સંઘ શાસિત રાજ્યો સાથે જોડાણ કરશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે ચોમાસામાં વિલંબ અને ઓછી વાવણીને કારણે દાળના માગ અને પુરવઠામાં અંતર વધ્યું છે. આ કારણે દાળને આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત દળે દાળના વિતરણની જવાબદારી રાજ્ય સરકારની હશે. આ યોજના 31 માર્ચ, 2013 સુધી ચાલશે. આ યોજના આગળ ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય માર્ચ 2013 પછી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
