For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિયન રેડિયો એસ્ટ્રોનૉમીના જનક ગોવિંદ સ્વરૂપનુ 91 વર્ષની વયે નિધન, પીએમે વ્યક્ત કર્યુ દુઃખ

પ્રખ્યાત વૈજ્ઞાનિક ગોવિંદ સ્વરૂપનુ 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રખ્યાત વૈજ્ઞાનિક ગોવિંદ સ્વરૂપનુ 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. દુનિયાભરમાં જાણીતા રેડિયો એસ્ટ્રોનૉમી વૈજ્ઞાનિક પ્રોફેસર ગોવિંદ સ્વરૂપે સોમવારે રાતે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે નેશનલ સેન્ટર ફૉર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ(NCRA), ટાટા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ(TIFR)માં પ્રોફેસર પણ રહ્યા છે. આ સાથે જ તે રેડિયો એસ્ટ્રોનૉમીના ક્ષેત્રમાં જાણીતુ નામ હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.

Govind Swarup

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે, 'પ્રોફેસર ગોવિંદ સ્વરૂપ એક અસામાન્ય વૈજ્ઞાનિક હતા. રેડિયા એસ્ટ્રોનૉમી વિજ્ઞાનમાં તેમના અગ્રણી કાર્યોએ વૈશ્વિક પ્રશંસા મેળવી છે. તેમના નિધનથી હું દુઃખી છુ.' વળી, એનસીઆરએની પબ્લિક આઉટરીચ કમિટીએ ટ્વિટ કરીને કહ્યુ છે, 'અમે ખૂબ દુઃખ સાથે જણાવવુ પડે છે કે ભારતીય રેડિયો એસ્ટ્રોનૉમી ગોવિંદ સ્વરૂપનુ પૂણેમાં નિધન થઈ ગયુ છે. તેમના વારસો તેમના દ્વારા બનાવવામાં આવેલ ટેલીસ્કોપ (#ORT અને #GMRT) એ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના રૂપમાં જીવિત રહેશે જેમને તેમણે પ્રશિક્ષિત કર્યા છે.'

તમને જણાવી દઈએ કે ગોવિંદ સ્વરૂપ રેડિયો એસ્ટ્રોનૉમીના ઘણા જાણીતા વૈજ્ઞાનિક હતા. તેમનો જન્મ 23 માર્ચ, 1929માં થયો હતો. દુનિયાના સૌથી મોટા ટેલીસ્કોપ (Giant Metrewave Radio Telescope)માંના એક જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલીસ્કોપને પૂણે પાસે ગોવિંદ સ્વરૂપે જ સ્થાપિત કર્યુ હતુ. તેમણે ઉટીમાં પણ એક મોટા ટેલીસ્કોપની સ્થાપના કરી હતી.

ગુજરાત-રાજસ્થાન સીમા પાસે વહેણમાં જીપ પલટી, 10ને બચાવાયાગુજરાત-રાજસ્થાન સીમા પાસે વહેણમાં જીપ પલટી, 10ને બચાવાયા

English summary
Govind Swarup, the father of indian radio astronomy is no more anguished by his passing away says pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X