Govinda Net Worth: ગોવિંદાની રાજકારણમાં ફરીથી એન્ટ્રી, જાણો કેટલી છે સંપત્તિ, કેવી રીતે ચલાવે છે ઘર?

Lok Sabha Elections 2024: બૉલિવુડ એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદાએ ફરી એકવાર રાજકારણમાં એન્ટ્રી કરી છે. તે ગુરુવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. એવી ચર્ચા છે કે મુંબઈ ઉત્તર પશ્ચિમમાં શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે તેમને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

ગુરુવારે ઔપચારિક રીતે શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો અને કહ્યું કે તે 14 વર્ષના વનવાસ બાદ ફરીથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગોવિંદા અગાઉ 2004માં કોંગ્રેસની ટિકિટ પર સાંસદ રહી ચૂક્યા છે. ગોવિંદાએ ઉત્તર મુંબઈથી ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.

Govinda Net Worth

જોકે, ગોવિંદાએ પાછળથી અંગત કારણોસર રાજકારણ છોડી દીધું હતું. ગોવિંદાએ પોતાના કરિયરમાં બૉલિવુડની 165થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેના અભિનય તેમજ તેના ડાન્સિંગ મૂવ્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. એક સમયે ગોવિંદા બોલિવૂડના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક હતા.

ગોવિંદાએ ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મળેલા પૈસાનો પણ સારી રીતે ઉપયોગ કર્યો છે. આ જ કારણ છે કે વર્ષોથી ફિલ્મોમાં ન દેખાતા ગોવિંદા દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. ગોવિંદાએ પ્રોપર્ટીમાં ઘણું રોકાણ કર્યું છે. ગોવિંદાના મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 3 બંગલા છે. તેમાંથી એક બંગલો મડ આઈલેન્ડ પર છે અને એક બંગલો મુંબઈના પૉશ વિસ્તાર જુહુમાં છે, જેમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ બંગલાની કિંમત 16 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

આ સિવાય ગોવિંદાએ ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે. ગોવિંદાનું કાર કલેક્શન પણ ખૂબ જ આકર્ષક છે. તેમની પાસે ફોર્ડ એન્ડેવર અને મિત્સુબિશી લેન્સર સહિત અન્ય ઘણા લક્ઝરી વાહનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદા દર વર્ષે લગભગ 16 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તે ગોવિંદા રિયાલિટી શોમાંથી પણ સારી કમાણી કરે છે. એક્ટર્સ રિયાલિટી શોમાં જવા માટે 1થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ અનુસાર ગોવિંદાની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયાની આસપાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X