Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારે જમ્મૂમાં પાક બોર્ડર પર BSFના વધુ 2 હજાર જવાનો ગોઠવ્યા

border
નવી દિલ્હી, 20 જુલાઇ: ઘુસણખોરીનો પ્રયત્ન રોકવા માટે જમ્મૂમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના લગભગ 2,000 વધારાના જવાનો અને વિશેષ દેખરેખ ઉપકરણ ગોઠવવામાં આવ્યા છે.

પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર ગુપ્ત નેટવર્ક, અન્ય એજન્સીની સાથે સમન્વય મજબૂત કરવા અને વિશેષ અભિયાન ચલાવવા માટે વધારાના કર્મી, મોનીટરીંગ સાધનો, વાહન અને અન્ય માળખાગત મદદ મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ખુસણખોરીની દ્રષ્ટિએ સંવેદનશીલ સીમાવર્તી ચોકીઓની સંવેદનશીલતાનું આકલન કરવામાં આવ્યું છે અને ત્યાં વધારાના સંસાધન ગોઠવવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે બોર્ડર પર દબદબાને મજબૂત કરવા માટે અત્યાધુનિક મોનીટરીંગ ઉપકરણોની તૈનાતી માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે જે દિવસ અને રાતમાં જોઇ શકનાર ઉપકરણોથી લેંસ છે.

ગૃહ મંત્રાલયે ટુકડી, બોર્ડર પર ઘાત લગાવવા અને સમગ્ર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેખરેખ સ્ટેશન સ્થાપીને બોર્ડરની 24 કલાક દેખરેખના માધ્યમથી બોર્ડર પર પ્રભાવી પ્રભુત્વ બનાવી રાખવાના પણ નિર્દેશ આપ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બોર્ડરના નદી ખંડો પર બીએસએફની જળ એકમના વોટર ક્રાફ્ટ્સ અને સ્પીડ બોર્ટ્સના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે અને પ્રભુત્વ જાળવી રાખવામાં આવી રહ્યું છે.

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળ આ વર્ષે અત્યાર સુધી પાંચ ઘૂસણખોરોને ઠાર માર્યા છે અને 13 અન્યની ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષે રાજ્યમાં 39 ઘૂસણખોર મૃત્યું પામ્યા હતા અને 16 અન્ય પકડાઇ ગયા હતા. 2012માં 16 ઘૂસણખોર મૃત્યું પામ્યા હતા અને નવ અન્ય પકડાઇ ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X