સરકાર સ્થિર, કોઇ જોખમ નથીઃ કમલનાથ

kamalnath
નવી દિલ્હી, 20 માર્ચઃ ડીએમકેએ સમર્થન પાછું લીધા બાદ કોંગ્રેસે પોતાના ત્રણ મંત્રીઓ પી ચિદમ્બરમ, કમલનાથ અને મનિષ તિવારીને મીડિયાને સામે ઉતાર્યા. આ ત્રણેય મંત્રીઓએ એ વાત જણાવવાનો પ્રયાસ કર્યો કે ડીએમકે સાથે છેડો ફાડ્યા બાદ પણ સરકારને કોઇ જોખમ નથી.

નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિએ શ્રીલંકામાં તમિળોના માનવાધિકાર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારનાં ઠરાવમાં સંશોધન માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. ઠરાવમાં સંશોધન અંગે વાત ચાલી રહી હતી. કોર ગ્રુપમાં ચર્ચા થઇ રહી હતી, બેઠક પૂર્ણ પણ નહોતી થઇ કે કરુણાનિધિને રૂખ બદલી નાંખ્યો અને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી હતી.

નાણામંત્રીએ કહ્યું કે ઠરાવ પર રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને ઠરાવ પર સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે તેના પર નિર્ણય આવે તેવી સંભાવના છે.

સંસદીય કાર્યમંત્રી કમલાનથે કહ્યું કે કોઇએ બહુમતનો પડકાર આપ્યો નથી અને સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સમાજવાદી પાર્ટી કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના રાજીનામાની માંગ કરી રહી છે, તો તેમણે કહ્યું કે, બેની પ્રસાદના નિવેદનને લઇને સંસદમાં ખેદ વ્યક્ત કરી ચૂક્યો છું અને મે સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે વાત કરી હતી. આ વિવાદ હવે ખત્મ થઇ ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X