4 વર્ષમાં 5 કરોડ લોકોને ગરીબીથી બહાર કાઢવામાં આવ્યા: પીએમ મોદી

પીએમ મોદીએ હાલની સરકારની ઉપલબ્ધીઓ માટે એક મોટી બાબત જણાવી છે. તેમને જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં કેન્દ્ર સરકાર 5 કરોડ લોકોને ગરીબીથી બહાર લઈને આવી

પીએમ મોદીએ હાલની સરકારની ઉપલબ્ધીઓ માટે એક મોટી બાબત જણાવી છે. તેમને જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં કેન્દ્ર સરકાર 5 કરોડ લોકોને ગરીબીથી બહાર લઈને આવી. તેમને જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ લોકોને મુખ્યધારામાં લાવવામાં માટે પ્રતિબદ્ધ છે. જે લોકો ગરીબીમાં જીવન જીવવા માટે મજબુર છે તેમને સરકાર બહાર લાવવા માટે ભરપૂર પ્રત્યન કરી રહી છે. પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરતા પીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં શહેરના દરેક લોકો વિકાસના આંદોલન સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો: મહિલા સાંસદ પર ભડક્યા પીએમ મોદી, ફોન રેકોર્ડિંગ ડીલીટ કરાવી

પ્રવાસી ભારતીય દિવસ

પ્રવાસી ભારતીય દિવસ

આવતા વર્ષે જાન્યુઆરી 2019 વારાણસીમાં થવા જઈ રહેલા પ્રવાસી ભારતીય દિવસ અંગે પીએમ ઘ્વારા લોકો પાસે સમર્થન માંગવામાં આવ્યું છે અને કાર્યક્રમ સફળ બનાવવા માટે લોકો પાસે અપીલ પણ કરી છે. પોતાની સરકારની પહોંચ લોકો સુધી પહોંચાડવા માટે પાર્ટીના કાર્યકર્તાઓની ભૂમિકા વિશે બોલતા પીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અમારી જવાબદારી છે કે કેન્દ્ર સરકાર બધી જ યોજનાઓ અને કાર્યક્રમનો લાભ તે યોજનાના યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડે.

ચાર વર્ષોમાં 5 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવવામાં આવ્યા

ચાર વર્ષોમાં 5 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવવામાં આવ્યા

ભાજપા ઘ્વારા એક નિવેદન જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે ભાજપ સરકાર એવા લોકોને મુખ્યધારામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે, જે હજુ પણ ગરીબીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. તેમને કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષોમાં 5 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર ઘ્વારા વિકાસના કામ

કેન્દ્ર સરકાર ઘ્વારા વિકાસના કામ

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત ખુબ જ ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે અને ભાજપની કેન્દ્ર સરકાર ઘ્વારા વિકાસના એવા કામ કરવામાં આવ્યા છે, જેને છેલ્લા 67 વર્ષમાં નથી કરવામાં આવ્યા. તેની સાથે સાથે પીએમ મોદી ઘ્વારા પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વચ્છતા સેવા મિશનને સફળ બનાવવા માટે પોતાની પુરે પૂરું યોગદાન આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X