For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો આઈટી કાયદો માત્ર સોશિયલ મીડિયાનો દૂરુપયોગ રોકવા માટે, યુઝર્સે ગભરાવાની જરૂર નથીઃ પ્રસાદ

કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ભારત સરકાર નાગરિકોની પ્રાઈવસીનુ પૂરુ સમ્માન કરે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય સૂચના અને પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ભારત સરકાર નાગરિકોની પ્રાઈવસીનુ પૂરુ સમ્માન કરે છે, સરકારનો કોઈની પ્રાઈવસીમાં દખલ કરવાનો નથી. તેમણે કહ્યુ કે જે નવો આઈટી કાયદો કેન્દ્ર સરકાર લઈને આવી છે તે સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગને રોકવા માટે છે. એવામાં કોઈ નાગરિક એ ન સમજે કે સરકાર કોઈની પ્રાઈવસીમાં દખલ દઈ રહી છે. કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમોને યુઝર્સની પ્રાઈવસીમાં દખલ ગણાવીને વૉટ્સએપે દિલ્લી હાઈકોર્ટમાં અરજી આપી ત્યારબાદ રવિશંકર પ્રસાદ તરફથી આ સ્પષ્ટતા આપવામાં આવી છે.

ravi shankar prasad

રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે સરકાર લોકોની પ્રાઈવસીનુ પૂરેપુરુ સમ્માન કરે છે. સરકાર સવાલ પૂછવાના અધિકાર અને ટીકાનુ સ્વાગત કરે છે. એવામાં કોઈ પણ વૉટ્સએપ યુઝર્સે ડરવાની જરૂર નથી. નવા નિયમને સોશિયલ મીડિયાના દૂરુપયોગને રોકવા માટે બનાવવામાં આવ્યા છે. નિયમ માત્ર સોશિયલ મીડિયાના સામાન્ય યુઝર્સને ત્યારે સશક્ત બનાવે છે જ્યારે તે દુર્વ્યવહાર અને દુરુપયોગનો શિકાર થઈ જાય છે.

તેમણે કહ્યુ કે નવા નિયમ હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારી, અનુપાલન અધિકારી અને નોડલ અધિકારી સ્થાપિત કરવાની જરૂર છે જેનાથી બધા સોશિયલ મીડિયા યુઝર્સને ફરિયાદ નિવારણ માટે એક મંચ મળી શકે. આમાં ક્યાંય પણ કોઈની પ્રાઈવસીને જોખમ નથી.

વૉટ્સએપે આપી છે હાઈકોર્ટમાં અરજી

મેસેજિંગ એપ વૉટ્સએપે ભારત સરકાર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છેે. આમાં આઈટીના નવા નિયમોને રોકવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ વૉટ્સએપને શેર કરાતા મેસેજના સોર્સને ટ્રેક કરવો જરૂરી રહેશે. વૉટ્સએપે સરકાર સામે અરજીમાં કહ્યુ છે કે ચેટ ટ્રેસ માટે કહેવુ એવુ છે કે જેવુ અમને કહેવામાં આવે કે તમને વૉટ્સએપ પર મોકલેલા દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ પોતાની પાસે રાખો. મૂળભૂત રીતે આ લોકોની પ્રાઈવસીના અધિકારને નબળો પાડે છે.

English summary
Govt respects privacy, new IT rules to stop misuse of social media said Ravi Shankar Prasad after Whatsapp sues Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X