ચિત્તાના મોત મુદ્દે મોદી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું-રાજનીતિ છોડી કેટલાક ચિત્તા રાજસ્થાન ખસેડવા પર વ

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ટમાં જે રીતે એક પછી એક ચિત્તાના મોત થઈ રહ્યા છે તેને જોતા ભારતમાં ફરીથી ચિત્તાને વસાવવાની યોજના પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે. નામિબિયાથી ભારત આવેલા 20 ચિત્તામાંથી 8 ચિત્તાના મોત થઈ ગયા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ચિત્તા વ્યક્ત કરી છે.

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના મોત પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આફ્રિકા-નામિબિયાથી લાવવામાં આવેલા 40 ટકા ચિત્તા મૃત્યુ પામ્યા છે. આ ચિત્તા ભારત લવાયા તેને એક વર્ષ પણ નથી થયુ ત્યારે આ આંકડા સારી વાત નથી.

chitta

જસ્ટિસ બીઆર ગવઈ બેંચે સૂનાવણી કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ અને કુનોથી કેટલાક ચિત્તા રાજસ્થાનમાં ખસેડવા પર વિચાર કરવો જોઈએ. રાજસ્થાનમાં વધુ સારી જગ્યા કેમ નથી શોધતા? રાજસ્થાનમાં વિપક્ષી પાર્ટી સત્તામાં હોવાને કારણે તેનો અર્થ એ નથી કે તમારે આ પ્રસ્તાવ પર વિચાર ન કરવો જોઈએ.

કોર્ટની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર વતી એડીશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યુ કે, આ મામલે વિગતવાર રિપોર્ટ દાખલ કરવામાં આવશે. સરકાર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમને કહ્યું કે, અત્યાર સુધીમાં 8 ચિત્તા મૃત્યુ પામ્યા છે. ચિત્તાના પુનર્વસન દરમિયાન 50 સુધી મૃત્યુદર સામાન્ય મનાય છે.

આ જવાબ પર કોર્ટે પુછ્યુ કે, જો આવું હોય તો શું મુદ્દો છે? શું તેને આપણી આબોહવા અનુકુળ નથી આવી રહી? શું આ ચિત્તાઓને કિડની કે શ્વાસની તકલીફ છે? આ ફટકાર બાદ કોર્ટે સરકારને ચિત્તાઓ રાજસ્થાન મોકલવાની સહાપ આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X