પંજાબમાં ઓવરલોડિંગ ટ્રકો વિરૂદ્ધ સરકાર સખ્ત, મોટી કાર્યવાહીની તૈયારી
પંજાબ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક પછી એક પગલા ભરી રહી છે. આ ક્રમમાં હવે પંજાબ સરકારે ગેરકાયે ઓવરલોડિંગ સાથે ચાલતા ટ્રકો વિરૂદ્ધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે.
સરકાર પંજાબમાં ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યના પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશતા ઓવરલોડ વાહનો અને ટ્રકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વાહન વ્યવહાર મંત્રીએ તેમની કચેરીમાં તમામ ટ્રક ઓપરેટરોની માંગણીઓ સાંભળ્યા બાદ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ ટ્રક ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવે અને ટ્રકો જપ્ત કરવામાં આવે.
લાલજીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની આગેવાની હેઠળની સરકાર રાજ્યમાં ટ્રકિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે.
આ સાથે તેમણે ખાતરી આપી હતી કે સરકાર રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરી રહી છે, જેનાથી તેમના વ્યવસાય માટે પણ વધુ તકો ઉભી થશે.
વાહન વ્યવહાર મંત્રીએ નિયત સમય મર્યાદામાં ટ્રક ઓપરેટરોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પણ જણાવ્યું છે.
પરિવહન મંત્રીએ કહ્યું કે, લોકોની ચિંતાઓને દૂર કરવા માટે દરેક કામ માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. આ માટે વાહનવ્યવહાર મંત્રીએ વિભાગની જિલ્લા કચેરીઓમાં ટ્રકિંગ વ્યવસાયને લગતી કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ પણ આપ્યો.
પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે ખાતરી આપી કે ટ્રક ઓપરેટરોની અન્ય કાયદેસર માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે અને આ માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
