અજાણતા સીમા પાર કરનાર જવાનના, ખબર સાંભળી દાદીનું થયું મોત!

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં જ અજાણતા સીમા પાર કરી ગયેલા ભારતીય સેનાના જવાન ચંદૂ બાબૂલાલ ચૌહાણની દાદીને જ્યારે આ વાતની ખબર પડી તો આઘાતના કારણે તેમની મોત થઇ ગઇ. ગૃહ મંત્રી રાજનાથ સિંહે જવાનના પરિવાર સાથે વાત કરી તેની દાદીના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું.

શહીદોને શ્રદ્ધાજંલી: સુરત ડાયરામાં ઉડાવી નોટો, 1 કરોડ ભેગા

Grandmother of the soldier died who crossed the loc

ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચંદૂ બાબૂલાલ ચૌહાણની દાદીની મોત બાદ તેમણે પરિવારજનોને ફોન કરીને સાંત્વના આપી છે કે સૈનિકને શોધવાના તમામ પ્રયાસ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ યુવાન મહારાષ્ટ્રના ધુલેનો રહેવાસી છે.

સોશ્યિલ મીડિયા પર ઉડી પાકિસ્તાનની મજાક, હસીને લોટપોટ થઇ જશો

સુત્રો મુજબ જવાનની દાદીને જ્યારે ખબર પડી કે તેમના પૌત્રને પાકિસ્તાની સેનાએ પકડી લીધો છે તો તેમને આંચકો લાગ્યો અને જે કારણે તેમની મોત થઇ ગઇ. રાજનાથ સિંહે પરિવારજનોને ભરોસો આપ્યો છે કે સરકાર ચંદૂલાલને પાછો લાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે. અને જલ્દી જ તે ભારત પરત ફરશે. સેનાના સુત્રોએ જણાવ્યું કે 37 આરઆરનો ભારતીય સૈનિક હથિયારો સમતે ભૂલથી સીમા પાર કરીને જતો રહ્યો છે. જે બાદ ભારતીય ડીજીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓને આ અંગે જાણકારી આપી હતી.

English summary
Grandmother of the soldier died who crossed the loc.
Please Wait while comments are loading...