
કિરણને હજી છે આશ, દિલ્હીમાં બનશે ભાજપની સરકાર
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વોટિંગને રેકોર્ડ બ્રેક મતદાન થયું, પરંતુ એક્ઝિટ પોલના પરિણામોએ ભાજપમાં શોકની લહેર લાવી દીધી છે. તમામ એક્ઝિટ પોલે આમ આદમી પાર્ટીને નંબર વનનું સ્થાન આપ્યું છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી થકી સરકાર બનાવવા જઇ રહી છે.
એક્ઝિટ પોલથી અત્રે આમ આદમી પાર્ટીમાં ઉત્સાહની લહેર દોડી રહી છે તો ભારતીય જનતા પાર્ટીમાં નિરાશા વ્યાપી ગઇ છે. એક્ઝિટ પોલમાં ભાજપને બીજા નંબરની પાર્ટીનું સ્થાન મળી રહ્યું છે. વોટિંગ બાદ આવી રહેલ વિભિન્ન એક્ઝિટ પોલ સર્વેને લઇને ભાજપ નેતા કિરણ બેદીએ એક્ઝિટ પોલના પરિણામો નકારતા જણાવ્યું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. કિરણે મીડિયા થકી જણાવ્યું કે જે પરિણામો આવ્યા તે પોલ્સના આંકડા માત્ર 3 વાગ્યા પહેલાના છે. ત્યાર બાદના આંકડા હજી સુધી આવ્યા નથી.
કિરણે જણાવ્યું કે 3 વાગ્યા બાદ દિલ્હીના મતદાનમાં ગતિ નોંધાઇ હતી. તેમણે જણાવ્યું કે 3 વાગ્યા બાદ જે ભારે મતદાન થયું છે તેમાં મોટાભાગે વોટ ભાજપને મળ્યા છે. કિરણે જણાવ્યું કે એક્ઝિટ પોલના પરિણામોમાં ફેરફાર આવવું પાક્કુ છે. હવે જોવાની વાત એ રહી કે એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થાય છે અથવા તો કિરણની વાતો સાચી સાબિત થાય છે. તેની જાણ તો 10 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ સામે આવશે. Thank all Delhiites for having voted in such GOOD Number.Hope to see R Delhi now make positive headlines,collaborative not confrontational..
— Kiran Bedi (@thekiranbedi) February 7, 2015
શું કહે છે સર્વેના આંકડા
નિલ્નસ, સી વોટર, સીસેરો અને ન્યૂઝ નેશન તમામે પોતાના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને માત્ર મોટી પાર્ટી તરીકે ઊભરતા બતાવી છે, જ્યારે શાનદાર બહુમતી મળવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. શું કહે છે તમામ સર્વેના આંકડા, જાણવા માટે ક્લિક કરો....