
ભાજપની આશા પર ઝાડુ ફેરવતું 'આપ', 39 બેઠકો મળવાની આશા
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે શાંતિપૂર્ણ મતદાન યોજાઇ ગયું, 2013ની જેમ જ આ વખતે પણ દિલ્હી વાસીઓએ ભારે મતદાન કર્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ જ એક્ઝિટ પોલના પરિણામ પણ આવવાના શરુ થઇ ગયા છે. આખી
ચૂંટણીની અંદર મીડિયામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે જનતામાં લોકો ભાજપાના રંગથી રંગાયેલા જોવા મળ્યા. એબીપી ન્યૂઝ અને નીલ્સનના રેકોર્ડ પ્રમાણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરતા દેખાઇ રહી છે.
એબીપી-નીલ્સન
આપ- 39
ભાજપ- 28
કોંગ્રેસ- 03
નિલ્નસ, સી વોટર, સીસેરો અને ન્યૂઝ નેશન તમામે પોતાના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને માત્ર મોટી પાર્ટી તરીકે ઊભરતા બતાવી છે, જ્યારે શાનદાર બહુમતી મળવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
બીજો એક્ઝિટ પોલ સીસેરો-આજતકનો છે. જેમાં આપને 35થી 43 બેઠકો આપવામાં આવી છે, ભાજપને 23થી 29 કોંગ્રેસને 3થી 5 અને અન્યને 0થી 2 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જ્યારે ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં આપને સૌથી વધારે 39થી 43 બેઠકો આપવામાં આવી છે. જ્યારે ભાજપને 25થી 29, કોંગ્રેસને 1થી 3 અને અન્યને 0થી 1 બેઠક મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.